GUJARATMODASASHUBHECHCHHA

નકલી બિયારણ કૌભાંડ : મોડાસા પંથકના અફસાબાદ ગામમાં નકલી બિયારણના રૂપિયા માફ કર્યા પણ ખેડૂતોએ કરેલ ખર્ચ ક્યારે મળશે..?

અહેવાલ

અરવલ્લી :હિતેન્દ્ર પટેલ

નકલી બિયારણ કૌભાંડ : મોડાસા પંથકના અફસાબાદ ગામમાં નકલી બિયારણના રૂપિયા માફ કર્યા પણ ખેડૂતોએ કરેલ ખર્ચ ક્યારે મળશે..?

ગુજરાતમાં નકલિ કચેરી, નકલી ટોલ નાકુ અને હવે નકલી બિયારણ પધરાવતી કંપની સામે ખેડૂતોના આક્ષેપો સામે આવ્યા છે,વાત છે અરવલ્લી જિલ્લાના,પાટનગર મોડાસા પંથકના અફસાબાદ ગામની,ગામના 5 જેટલા ખેડૂતો એ,ચાલુ વર્ષે ખેતી માટે પેપ્સી ફાઈવ નામની કંપનીના બટાકાના વાવેતર માટે મોંઘું વિયારણ ખરીદી લાવી,તેનું વાવેતર કર્યું પરંતુ,વાવેતર કર્યા ના એક માસ જેટલો સમય વીતવા છતાં,માત્ર 20 ટકા જ તેનો ઉછેર થતા ખેડૂતો ચિંતા માં મુકાઈ ગયા છે,પેપ્સી ફાઈવ નામના બિયારણના કટ્ટા દીઠ,1425 રૂપિયા રકમ ચૂકવી,તેનું પાંચ જેટલા ખેડૂતોએ 15 જેટલા વિધા ખેતરમાં વાવેતર કર્યું હતું,પરન્તુ પાક નિષફળ જતા,ખેડૂતો ને રોવા નો વારો આવ્યો છે, ખેડૂતો એ ખેતરમાં વાવેલ વાવેતરમાં ખેડ મારી,પાક ઉખાડી ફેકવાનો નિર્ણય કર્યો છે,હાલ નકલી બિયારણના કારણે ખેડૂતો ને ભારે નુકશાન વેઠવાનો વારો આવતા,ખેડૂતો એ આવી કંપની સામે કાર્યવાહી કરવા તંત્ર પાસે માગણી કરી હતી

ખેડૂતો ને કમ્પની ના માણસો દ્વારા બેઠક કરી કરી બટાકા ના બિયારણ ના રૂપિયા માફ કરવામાં આવ્યા હતા પરંતુ ખેડૂતો ને કહેવું હતું બિયારણ ના રૂપિયા માફ તો કરી દીધા પણ ખેડૂતો એ વાવણી માટે કરેલ ખર્ચ હજુ સુધી ખેડૂતો ને આપવામાં આવ્યો નથી અને કંપની ના માણસો હાલ ખેડૂતો ને માત્ર આશ્વાસન આપી લોલી પૉપ આપી રહી છે નકલી બિયારણ ની ઘટના ના આજે એક મહિના થી વધુનો સમય થવા આવ્યો છતાં હજુ બિયારણ ઉગાડવાનો ખર્ચ મળ્યો નથી અને આ નકલી બિયારણ અંતર્ગત હજુ અરવલ્લી જિલ્લા ખેતીવાડી વિભાગ ના અધિકારીઓ દ્વારા કોઈજ તપાસ હાથ ધરાઈ નથી ત્યારે હાલ ખેડૂતો ને પોતાનો થયેલ ખર્ચ પાછો મળે અને નકલી બિયારણ પધરાવતી કંપની સામે કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ સેવાઈ રહી છે

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

Back to top button
error: Content is protected !!