CHHOTA UDAIPURGUJARATNASAVADI

નસવાડી સરકારી બી.એડ કોલેજમાં રાષ્ટ્રીય બાલિકા દિવસની ઉજવણી કરવામાં આવી.

મુકેશ પરમાર, નસવાડી 

આજરોજ નસવાડીમાં રાષ્ટ્રીય બાલિકા દિવસની ઉજવણીના ભાગરૂપે સરકારી બી.એડ કોલેજ નસવાડીના તાલીમાર્થીઓ માટે મહિલા સશક્તિકરણને કેન્દ્રમાં રાખી મફત કાનૂની સેવા સહાય સત્તા મંડળ, છોટાઉદેપુર દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું જેમાં સિનિયર એડવોકેટ બાર કાઉન્સિલના પ્રેસિડેન્ટ જયેશ બી. શાહ તેમજ મફત કાનૂની સેવા સત્તા મંડળના અનસુયાબેન રાઠવા ઉપસ્થિત રહી કન્ઝ્યુમર પ્રોટેકશન રાઈટ્સ અંગે સવિશેષ માહિતી આપવામાં આવી હતી. સરકારી બી.એડ કોલેજ નસવાડીના આચાર્યશ્રી તથા પ્રાધ્યાપકો દ્વારા આજના રાષ્ટ્રીય બાલિકા દિવસ નિમિત્તે તેનું મહત્વ અને યોગ્ય માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આજરોજ સૌએ સાચા અર્થમાં કન્યા શિક્ષણ અને સાક્ષરતાનું મહત્વ જાણ્યું હતું. સાથે બેટી બચાવો બેટી પઢાવો એ સૂત્રને સાર્થક કરતા વિચારો સૌને દૃઢ કરાવવામાં આવ્યા હતા. યત્ર નાર્યસ્તુ પૂજ્યતે રમન્તે તત્ર દેવતા તેને સાર્થક કરતા આજના રાષ્ટ્રીય પર્વની ઉજવણી કરવામાં આવી હતી.

 

 

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!