GUJARATRAJKOTVINCHCHHIYA

Rajkot: વીંછિયાના રૂપાવટી ગામમાં રૂ. ૧૪.૫૦ લાખના ખર્ચે નવનિર્મિત ગ્રામ પંચાયત કચેરીનું લોકાર્પણ કરતા મંત્રીશ્રી બાવળીયા

તા.૭/૧૦/૨૦૨૩

વાત્સલ્યમ્ સમાચાર

અમુ સિંગલ જેતપુર

Rajkot: ગુજરાત રાજ્યના જળસંપત્તિ અને પાણી પુરવઠા, અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષાને લગતી બાબતોના મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળીયાના હસ્તે રાજકોટ જિલ્લાના વીંછિયા તાલુકાના રૂપાવટી ગામમાં રૂ. ૧૪.૫૦ લાખના ખર્ચે નવનિર્મિત ગ્રામ પંચાયત કચેરીની તક્તીનું અનાવરણ કરીને લોકાર્પણ કરાયું હતું. રૂપાવટી ગ્રામ પંચાયત કચેરીનું નિર્માણ “મનરેગા” હેઠળ થવાથી ૭૧૧ માનવદિન રોજગારીનું સર્જન થયું હતું.

આ પ્રસંગે મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળીયાએ જણાવ્યું હતું કે રૂપાવટી ગ્રામ પંચાયતનો શુભારંભ શ્રી સત્ય નારાયણ ભગવાનની કથાથી થયો છે, ત્યારે સત્યના માર્ગે ચાલીને તમામ સરકારી યોજનાઓના લાભ છેવાડાના માનવી સુધી સરળતાથી પહોંચી શકશે. તેમજ ગામલોકોના પ્રશ્નોનો સત્વરે ઉકેલ લાવવામાં આવશે. જેથી, રૂપાવટીના વિકાસની જ્યોત અવિરત પ્રજ્વલિત રહેશે.

મંત્રીશ્રીએ ઉમેર્યું હતું કે હાલમાં પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં સમગ્ર દેશમાં તથા મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ ગુજરાત રાજ્યમાં ‘મારી માટી, મારો દેશ’ અભિયાન અંતર્ગત દેશવાસીઓમાં રાષ્ટ્રભાવના ઉજાગર કરવા કળશ યાત્રા યોજાઇ છે. જેના માધ્યમથી સર્વે સમાજના લોકોને સહભાગી બનાવીને દેશપ્રેમ અને સમરસતા કેળવવાના પ્રયાસો થઈ રહ્યા છે. ત્યારે રૂપાવટી ગામમાં ભાઈચારાની ભાવના સાથે કળશ યાત્રા યોજાઇ, તે માટે સૌને અભિનંદન પાઠવું છું.

આ તકે મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળીયાએ પ્રાસંગિક ઉદબોધનમાં ગામના પ્રગતિ હેઠળ અને પૂર્ણ થયેલા વિકાસ કામોની આછેરી ઝલક વર્ણવી હતી. બાળાઓએ મંત્રીશ્રીનું પરંપરાગત રીતે સામૈયું કર્યું હતું. કાર્યક્રમમાં મંત્રીશ્રીનું પુષ્પગુચ્છ અને શાલ આપીને અભિવાદન કરાયું હતું. મંત્રીશ્રીએ કળશ યાત્રાના કળશમાં માટી પધરાવીને પૂજન કર્યું હતું. તેમજ ગ્રામ પંચાયત કચેરી ખાતે શાસ્ત્રોક્ત વિધિથી શ્રી સત્ય નારાયણ ભગવાનનું પૂજન-અર્ચન કર્યું હતું. ત્યારબાદ મંત્રીશ્રીએ સરપંચ ઓફિસ, ક્લાર્ક રૂમ સહિત સમગ્ર કચેરીની મુલાકાત લઈ, નિરીક્ષણ કરીને જરૂરી સૂચનો આપ્યા હતા.

આ કાર્યક્રમમાં અગ્રણીશ્રી અશ્વિનભાઈ સાંકરીયાએ પ્રાસંગિક પ્રવચન કર્યું હતું. કાર્યક્રમનું સંચાલન આચાર્યશ્રી મુકેશભાઈ ડેરવાળીયાએ કર્યું હતું. કાર્યક્રમમાં સરપંચશ્રી રસિકભાઈ મેરજા, મદદનીશ તાલુકા વિકાસ અધિકારીશ્રી વી. કે. પરમાર, તલાટી કમ મંત્રીશ્રી જ્યોત્સનાબેન બાવળીયા, મનરેગા આસિસ્ટન્ટ પ્રોગ્રામરશ્રી ભીમરાજભાઈ રાઠોડ સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!