GUJARATNAVSARIVANSADA

પવિત્ર યાત્રા ધામ ઉનાઈ ખાતે ઉજવવામાં આવેલ ઉનાઈ ઉત્સવ ના ખર્ચો ની તપાસ જરૂરી.

વાત્સલ્યમ્ સમાચાર

પ્રિતેશ પટેલ- વાંસદા

પવિત્ર યાત્રા ધામ ઉનાઈ ખાતે ઉજવવામાં આવેલ ઉનાઈ ઉત્સવ ના ખર્ચો ની તપાસ જરૂરી.

ઉનાઈ ઉત્સવ માટે બે દિવસ માટે ના મંડપ અને લાઈટ ડેકોરેશન નો ખર્ચ ૧૭.૫૫ લાખ થી ઉપર.

ઉનાઈ ઉત્સવ માં મંડપ અને લાઈટ ડેકોરેશન ની કામગિરિ ની સોપણી અને પેમેન્ટ ચુકવણીની માહિતી પૂછતાં એક વિભાગ ના બીજાં વિભાગ જોડે ખો-ખો ની રમત.

નવસારી જિલ્લામાં આવેલ પવિત્ર યાત્રા ધામ ઉનાઈ કે જે ખૂબ જ વિખ્યાત મંદિર છે. આ મંદિર ની ગાથા રામાયણ કાળ થી જોડાયેલ છે. ત્યારે સરકારશ્રી દ્વારા પણ આ મંદિર નાં વિકાસ માટે અનેક પ્રયાસો કરવામાં આવે છે. આ ઉનાઈ માતાજી ના મંદિર ખાતે આવેલ ગરમ પાણી ના કુંડ એક અલગ જ શ્રદ્ધાનો વિષય બની ગયાં છે. ત્યારે સરકાર શ્રી દ્વારા અહીં દર વર્ષે ઉનાઈ ઉત્સવ નું આયોજન કરવામાં આવે છે. આ ઉત્સવ એક સરકારી કાર્યક્ર્મ તરીકે ઉનાઈ ઉત્સવ ની ઉજવણી કરવામાં આવે છે. ત્યારે વર્ષ ૨૦૨૩ માં ઉનાઈ ઉત્સવ ની ઉજવણી બીજાં મહિના માં કરવામાં આવી હતી. ચાલું વર્ષ માં તા.૨૩/૦૨/૨૦૨૩અને તા ૨૪/૦૨/૨૦૨૩ એમ બે દિવસ ઉનાઈ ઉત્સવ ની ઉજવણી કરવામાં આવી હતી. આ બે દિવસ માટે ઉનાઈ માતાજી મંદિર પરિસરમાં લાઈટ અને મંડપ ડેકોરેશન નો ખર્ચ ૧૭.૫૫ લાખ કરવામાં આવ્યો હતો. ત્યારે આ બાબત એક તપાસ નો વિષય બની જવા પામ્યો છે કે બે દિવસ ના મંડપ ડેકોરેશન અને લાઈટ ડેકોરેશન નો ખર્ચ શું એટલો મોટો થઈ શકે ખરો? આ બાબત ની વઘુ માહિતી મેળવવા માટે રોડ એન્ડ બિલ્ડિંગ ડિપાર્ટમેન્ટ ને રાઈટ ટુ ઇન્ફોર્મેશન ના આધારે માહિતી મેળવતા જણાવ્યું હતુ કે અમો એ ફક્ત કામગીરી નું નિરીક્ષણ જ કર્યું હતુ. જ્યારે એટલું મોટું કામ એક મંડપ ડેકોરેશન કરતી એજન્સીને આપ્યું હોય તો કોઈ ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવામાં આવી હોય એવી કોઈ માહિતી પુરી પાડવામાં આવી નથી. ત્યારે એકંદરે પ્રતિત થઈ રહ્યું છે કે ઉનાઈ ઉત્સવના નામે તંત્રના અધિકારીઓ એ કોઈ મોટી કટકી સગેવગે કરી લીધી હોય શકે ખરી? ત્યારે ઉનાઈ ઉત્સવ ના મંડપ ડેકોરેશન ના ખર્ચ અને ચુકવણા ની વિગત પૂછતાં રોડ એન્ડ બિલ્ડિંગ ડિપાર્ટમેન્ટ અને જિલ્લા યુવા વિકાસ અધિકારી ખો-ખો ની રમત રમી રહ્યા હોય એમ પ્રતિત થઈ રહ્યું છે. જ્યારે મંડપ ડેકોરેશન ના ટેન્ડર પ્રક્રિયા અને પેમેન્ટ ચૂકવણી ની વિગત છૂપાવી અધિકારીઓ ભષ્ટ્રાચાર ને આશીર્વાદ આપી રહ્યા હોય એમ પ્રથમ દ્રષ્ટિ એ પ્રતિત થઈ રહ્યું છે. ત્યારે નવસારી જિલ્લામાં આવેલ પવિત્ર યાત્રા ધામ ઉનાઈ ખાતે ઉજવવામાં આવતો ઉનાઈ ઉત્સવ માં જૉ આ નીતિ અપનાવી હોય. ત્યારે ઉનાઈ ઉત્સવ માં કરેલ તમામ ખર્ચ ની જીણવટ ભરી તપાસ ની હાલ તાતી જરૂરિયાત ઉદભવી રહી છે. ત્યારે હાલ તો એકંદરે જોતાં ઉનાઈ ઉત્સવ માં મોટો ભષ્ટ્રાચાર આચરવામાં આવ્યો હોય એમ પ્રતીત થઈ રહ્યું છે. ત્યારે આ બાબત ની નિષ્પક્ષ તપાસ જરૂરી જણાય રહી છે.ત્યારે જોવાનું એ રહ્યું કે સંભવીત તંત્ર કોઈ નક્કર તપાસ હાથ ધરશે કે પછી હાથ પર હાથ ધરી બેશી રહેશે?

બોક્સ:૧
ઉનાઈ ઉત્સવ નો અંદાજે ખર્ચ રોડ એન્ડ બિલ્ડિંગ વિભાગ દ્વારા અંદાજે ૧૭ લાખ અને કલ્ચર ગ્રૂપ નો ખર્ચ અંદાજે ૧૫ લાખ સુધી થયો હતો હાલ વધુ યાદ નથી. જ્યારે મંડપ ડેકોરેશન ની કામગિરિ કલેકટર સાહેબ એ રોડ એન્ડ બિલ્ડિંગ ડિપાર્ટમેન્ટ ને આપી હતી.જેને લઈ મને ખબર નથી કે ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી કે નહી.
:-જિલ્લા યુવા વિકાસ અધિકારી શ્રી, હિરેનભાઈ

બોક્સ:૨
ઉનાઈ ઉત્સવ વર્ષ ૨૦૨૩ માં કરવામાં આવેલ ખર્ચ ની નિષ્પક્ષ અને તલ સ્પર્શે તપાસ જરૂરી જ્યારે મંડપ ડેકોરેશન અને લાઈટ ડેકોરેશન ની કામગિરિ શું ટેન્ડર પ્રક્રિયા થી આપવામાં આવી કે પછી બારોબાર આપવામાં આવી એ તપાસ પણ જરૂરી જણાય રહી છે.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

Back to top button
error: Content is protected !!