GUJARATJUNAGADHVISAVADAR

બરડીયા ગામના જેરામભાઇ ફુલમારીયાનાં ધર્મપત્નીને ઘુટણનાં ઓપરેશન માટે મળી ત્રણ લાખનાં ખર્ચની સરકારી સહાય

આયુષ્યમાન ભારત પ્રધાનમંત્રી જનઆરોગ્ય યોજના અંતર્ગત ઘુટણનાં ઓપરેશન માટે  મળી વિનામુલ્યે સારવાર
વાત્સલ્યમ્ સમાચાર
ભરત બોરીચા – જૂનાગઢ
જૂનાગઢનાં વિસાવદર તાલુકાનાં નાનકડા બરડીયા ગામે છુટક કૃષિ મજુરી કામ કરી રોજગારી રળતા જેરામભાઇ ફુલમારીયાનાં ધર્મપત્નીને ઘુંટણની એવી તે તકલીફ હતી કે તેઓ ઉભા પગે ચાલવા અક્ષમ હતા. તેમને ઢડાઇને ઘરમાં હલન ચલન થતુ હતુ. સ્થાનિક આરોગ્ય કેન્દ્રની સલાહ અને સહાયથી જેરાભાઇનાં ધર્મચારીણીને રૂા. ૩ લાખનાં ખર્ચે ઘુંટણનું ઓપરેશન થતાં તેઓ હવે ચાલને સરળતાથી રોજીંદાકમ કરવા સક્ષમબન્યા છે. તેણીએ પોતાનીવાત કરતા જણાવ્યુ હતુ કે તેમને આયુષ્યમાન ભારત પ્રધાનમંત્રી જનઆરોગ્ય યોજના અંતર્ગત  ઘુંટણનાં ઓપરેશનમાં મળી વિનામુલ્યે સારવાર મળી છે. જો સરકારનીસહાય ના મળે તો અમારી ત્રેવડ નહોતી કે અમે ત્રણલાખનો ખર્ચ કરીને ઓપરેશન કરાવી શકીએ… ભલુ કરજો પ્રધાનમંત્રીશ્રીનુ કે તેમણે અમારા જેવા ગરીબ વ્યક્તિઓની હૈયાની વેદના ઉકેલી છે. હવે હું સાજી નરવી છું અને પગે ચાલીને જ જાવ છું.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!