GUJARAT

ભાયાવદર પો.સ્ટે. વિસ્તારમા રહેતા પરપ્રાંતિય મધ્યપ્રદેશ રાજયના ખોવાય ગયેલ બાળાઓને શોધી કાઢી તેના પરીવાર સાથે મિલન કરાવતી ભાયાવદર પોલીસ

૧૪ ઓક્ટોમ્બર વાત્સલ્યમ્ સમાચાર
નિલેશ સોલંકી ઉપલેટા

રાજકોટ રેન્જના આઇ.જી. શ્રી અશોકકુમાર યાદવ સાહેબ તથા રાજકોટ ગ્રામ્ય જીલ્લા પોલીસ વડા શ્રી જયપાલસિંહ રાઠોડ સાહેબ તથા ગોંડલ ડિવીઝનના ડી.વાય.એસ.પી. શ્રી આર.એ.ડોડીયા સાહેબ દ્વારા રાજકોટ ગ્રામ્ય જીલ્લાના તમામ થાણા અમલદારોને પ્રજા સાથે સોહાર્દપૂર્ણ વર્તન કરી, મદદરૂપ થવા તેમજ પોલીસ સ્ટેશન ખાતે મદદ માટે આવતા લોકોને શક્ય તે મદદ કરી “ પોલીસ પ્રજાનો મીત્ર છે ” એ સુત્રને સાર્થક કરવા તમામ પ્રયત્નો કરવા ખાસ સુચના કરવામાં આવેલ હોય,
જે અન્વયે ગઇકાલ તા.૧૩/૧૦/૨૦૨૩ ના રોજ સાંજના સમયે ભાયાવદર પો.સ્ટે.ના પ્રાંસલા ગામની સીમમા મજૂરી કામ કરતા મજૂર પ્રેમસીંગ નાનસીંગ બારેલા રહે.હાલ પ્રાંસલા ગામની સીમ તા.ઉપલેટા જી.રાજકોટ મૂળ રહે.નેવારગી ગામ તા.ખાતેગાવ જી.દેવાસ રાજય મધ્યપ્રદેશ વાળાએ પોલીસ સ્ટેશન ખાતે આવી જાણ કરેલ કે પોતાની દીકરી નામે શીવાની ઉ.વ ૧૫ વર્ષ વાળી તથા રમેશભાઇ કરમીસંગ ભંડારી રહે.હાલ પ્રાંસલા ગામની સીમ તા.ઉપલેટા જી.રાજકોટ મૂળ રહે.હરીપુરા ગામ તા.રાજગઢ જી.ગુન્ના રાજય મધ્યપ્રદેશ વાળાની દિકરી નામે સુરતી ઉવ. આ ૧૦ વર્ષ વાળી ગઇકાલ તા.૧૩/૧૦/૨૦૨૩ ના સાંજના સમયે પોતાના ઝુપડેથી કયાંક નિકળી ગયેલ છે અને હજુ સુધી મળેલ નથી તેમ જાણ કરેલ જેથી ઉપરોકત બનાવની ગંભીરતા ધ્યાને લઇ ભાયાવદર પો.સ્ટે ના પો.સબ.ઇન્સ આર.વી. ભીમાણી નાઓએ પોલીસ સ્ટાફની અલગ અલગ ટીમો બનાવી શીવાની ઉ.વ.૧૫ વર્ષ તથા સુરતી ઉવ. આ.૧૦ વર્ષ વાળીઓ અંગે પ્રાંસલા ગામ વિસ્તારમાં તથા રોડ રસ્તાઓના અગલ અલગ જગ્યા પર તપાસ કરતા ગુમ થયેલ બન્ને બાળાઓ મેરવદર ગામની સીમમા ખેતર પાસેથી કાચા રસ્તા ઉપરથી મળી આવતા પોલીસે મળી આવેલ બાળાઓ શીવાની ઉ.વ.૧૫ વર્ષ તથા સુરતી ઉવ. આ.૧૦ વર્ષની તેના માતા પિતા સાથે મિલન કરાવેલ હતુ અને ગુમ થયેલ બાળાઓ મળી આવતા પરીવારજનો બાળકને ભેટીને ભાવ વિભોર થઇ ગયેલ હતા અને પોલીસનો આભાર માનેલ હતો પોલીસ દ્રારા મળી આવેલ બાળાઓને પૂછયા વગર ધરેથી નહી નિકળવા અને અભ્યાસમાં ધ્યાન આપવા સલાહ પણ આપવામાં આવેલ હતી.
આ કામગીરી ભાયાવદર પો.સ્ટે.ના પો.સબ.ઇન્સ શ્રી આર.વી.ભીમાણી તથા એ.એસ.આઇ. મેહુલભાઇ સુવા તથા પો.હેડ કોન્સ. સંજયભાઇ કિહલા તથા જયેશભાઇ રાજપરા તથા પો.કોન્સ. મેરૂભાઇ મકવાણા તથા હરેશભાઇ કટારા તથા વિજયભાઇ ભીંભા તથા શકિતસિહ જાડેજા તથા નંદુબેન કરંગીયા તથા હેતલબેન વિંઝુડા વિગેરે દ્વારા કરવામા આવેલ છે.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!