GUJARAT

ભારે વરસાદને પગલે કુંભખાડી ગામે આવેલો પુલ તૂટી જતા વાહનવ્યવહાર બંધ થયો 

ભારે વરસાદને પગલે કુંભખાડી ગામે આવેલો પુલ તૂટી જતા વાહનવ્યવહાર બંધ થયો

 

તાહિર મેમણ : ડેડીયાપાડા – 18/09/2023- લો લેવલ પુલ હોવાને કારણે દર વર્ષે સામાન્ય વરસાદમાં પણ પુલ તૂટી જાય છે. ઊંચો પુલ બનાવવાની ગામ લોકોની માંગ ડેડીયાપાડા તાલુકામાં છેલ્લા ચાર દિવસથી ધોધમાર વરસાદને કારણે જનજીવન અસ્ત વ્યસ્ત થઈ ગયું છે. ભારે વરસાદને કારણે નદીઓમાં પુર જેવી સ્થિતિ સર્જાઈ છે. ડેડીયાપાડા તાલુકામાં આવેલ કુંભખાડી ગામને તાલુકા મથકે જોડતા રસ્તામાં આવતો પુલ ભારે વરસાદ ને પગલે તૂટી જતા હાલ વાહનવ્યવહાર બંધ થયો છે. ગામ લોકોનું કહેવું છે કે લો લેવલ પુલ હોવાને કારણે દર વર્ષે સામાન્ય વરસાદમાં પણ પુલ ઉપર થી નદીનું પાણી જાય છે અને પુલ તૂટી જાય છે. માર્ગ મકાન વિભાગ દ્વારા ફક્ત માટીનું પુરાણ કરી દેવાય છે જેને કારણે દર વર્ષે સમસ્યા હતી ત્યાં ની ત્યાં જ રહે છે. છેલ્લા ત્રણ દિવસથી પુલ તૂટી જતા હાલ ગામ લોકોને તાલુકા મથકે જવા માટે 7 કિમીનો ફેરો કરવો પડે છે. શાળા- કોલેજ જતા વિદ્યાર્થીઓ, નોકરિયાત વર્ગ તેમજ તાલુકા મથકે પોતાના કામો માટે જતા લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ગામ લોકોને માંગણી છે જે કે આ પુલ નવો ઊંચો બનાવવામાં આવે.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

Back to top button
error: Content is protected !!