GUJARATLUNAWADAMAHISAGAR

Mahisagar : મહીસાગર જિલ્લામાં મહિલા હેલ્પલાઇન અને શી ટીમ ની સફળ કામગીરી

આસીફ શેખ લુણાવાડા

Lunavada. મહીસાગર જિલ્લામાં મહિલા હેલ્પલાઇન અને શી ટીમ ની સફળ કામગીરી

મહીસાગર જિલ્લામાં સંતરામપુર તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાંથી પીડિત મહિલાએ મહિલા હેલ્પલાઇનમાં ફોન કરીને મદદ માગી. મહીસાગર અભયમ મહિલા હેલ્પલાઇન અને સંતરામપુર સી ટીમ ઘટના સ્થળ પર પહોંચી મહિલા સાથે પૂછપરછ કરતા જણાવેલ કે મારી દોઢ વર્ષની બાળકી છે જે તથા પતિ તથા સસરા પિયરમાં આવી બાળકીને લઈ ગયેલ ત્યારબાદ બીજા દિવસે મારા માતા-પિતા સહિત બાળકીને લેવા માટે સાસરીમાં આવેલ તો બાળકી આપી નહીં તેમજ મારા માતા પિતા વિરુદ્ધ અપ શબ્દો બોલેલ તેમજ પતિ પણ મારા પગ પકડી નીચે આડી પાડી દીધેલ અને બાળકી અમારી છે એટલે નહીં મળે જેથી મહિલા બાળકી લીધા વિના માતા પિતા સહિત પાછા પિયર પરત ગયેલ બીજા દિવસે આવી 181 અભયમ મહિલા હેલ્પલાઇનમાં ફોન કરી મદદ માંગેલ સ્થળ પર સી ટીમ અને મહિલા હેલ્પલાઇનની ટીમ હાજર હોય તે દરમિયાન પતિ ઘરે હાજર ન હતો જેથી સસરા ને કાયદાકીય પ્રાથમિક માહિતી આપી સમજાવેલ બાળકી ને લઈ ને સાસુ ભાગી ગયેલ તો સાસુ ને બાળકી સહિત સ્થળ પર બોલાવી બાળકી પર હમણાં માતા નો હક હોય છે તેમ કહી સમજાવેલ .સાસુ સસરાએ ભૂલ સ્વીકારી દોઢ વર્ષની બાળકી મહિલાને સોંપેલ.આમ મહિલાએ અભયમ મહિલા હેલ્પલાઇન તથા સી ટીમ આભાર વ્યક્ત કર્યો હતો.

ગુજરાતમાં બની બિહાર જેવી ઘટના ? ભાજપ અગ્રણીના પુત્રે લોકશાહીનું હનન કર્યું !!!

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!