રિપોર્ટર. કાદીર દાઢી.હાલોલ
તા.૨૫.૮.૨૦૨૩
હાલોલ ગોધરા રોડ પર આવેલ વી.એમ.શાહ ગુજરાતી મીડીયમ સ્કૂલ પ્રાથમિક વિભાગમાં ગુજરાતી ભાષા નો પ્રથમ શબ્દકોશ “નર્મકોશ”આપનાર તેમજ ગુજરાતી ભાષાની વાસ્તવિક ઓળખ આપી ગુજરાતી ભાષાને ગૌરવ અપાવનાર એવા સુધારક યુગ ના કવિ,સાહિત્યકાર,લેખક વીર નર્મદ ની 190મી જન્મ-જયંતી ની ઉજવણી કરવામાં આવી હતી.જેમાં ધો-5 થી 8 ના બાળકો ને શાળા ના ભાષા શિક્ષકો દ્વારા વીર-નર્મદ વિશે અને તેમના સાહિત્ય સર્જન અંગે ની માહિતી આપવામાં આવી હતી.તેમની રચના તેમજ ગુજરાત ની પ્રભુતા નું વર્ણન કરતા કાવ્યો અને સમાજ સુધારક અંગે તેમના વિચારો બાળકો સમક્ષ મુકવામાં આવ્યા આમ આ કાર્યક્રમ શાળા ના શિક્ષકો દ્વારા કવિ શ્રી વીર-નર્મદ ની જન્મ-જયંતિ ની વધામણી અર્પણ કરાઈ હતી.આ પ્રસંગે શાળાના આચાર્ય હર્ષાબેન શુક્લ,શાળાના શિક્ષકો તેમજ વિધાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.