GONDALGUJARATRAJKOT

Gondal: રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકાનાં ખડવંથલી અને કોલીથડ ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું ઉમળકાભેર સ્વાગત

તા.૨૯/૧૧/૨૦૨૩

વાત્સલ્યમ્ સમાચાર

અમુ સિંગલ જેતપુર

આરોગ્ય વિભાગ દ્વારા હેલ્થ ચેકઅપ કેમ્પ તથા “મારું ગામ ટીબી મુક્ત ગામ” બનાવવાં હાથ ધરાયું ટીબી સ્ક્રીનીંગ

Rajkot, Gondal: કેન્દ્ર અને રાજ્ય સરકારની જનકલ્યાણકારી યોજનાઓની જાણકારી અને તેના લાભો છેવાડાનાં માનવી સુધી પહોંચાડવાના ઉદ્દેશ્ય સહ ગામડે – ગામડે ફરી રહેલ “વિકસિત ભારત સંકલ્પ યાત્રા” રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકાનાં ખડવંથલી અને કોલીથડ ગામે આજે પહોંચી હતી, જ્યાં ગ્રામજનો દ્વારા ઉમળકાભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. બાળાઓએ માથે સામૈયા લઈ કંકુ-ચોખાથી રથનાં વધામણા કર્યાં હતા.

આ પ્રસંગે આરોગ્ય વિભાગ દ્વારા યોજાયેલા હેલ્થ ચેકઅપ કેમ્પમાં ગ્રામજનોને ડાયાબિટીસ, બ્લડપ્રેશરની ચકાસણી કરી આપવામાં આવી હતી તથા ટીબી જન આંદોલન અન્વયે “મારું ગામ ટીબી મુક્ત ગામ” બનાવવાં ટીબી સ્ક્રીનીંગ પણ કરી આપવામાં આવ્યું હતું. “મેરી કહાની મેરી જુબાની” અંતર્ગત પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના, આયુષ્માન કાર્ડ યોજના સહિત જુદી જુદી યોજનાઓના લાભાર્થીઓએ પોતાના પ્રતિભાવો રજૂ કરી સરકાર પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરી હતી.

આરોગ્ય, ખેતીવાડી, બેંક, આંગણવાડી, આયુષ્માન સહિતના વિભાગનાં સ્ટોલ દ્વારા પ્રજાકીય યોજનાઓની લોકોને જાણકારી આપવામાં આવી હતી. વિકસિત ભારત માટે ગ્રામજનોએ સંકલ્પબદ્ધ થઈ શપથ ગ્રહણ કર્યા હતા. આ તકે ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે આયુષ્માન ભારત અન્વયે આયુષ્માન કાર્ડ, આભા કાર્ડ, પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના અન્વયે લાભાર્થીઓને ગેસ કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. વણથલી અને કોલીથડના ગ્રામજનોએ વિકસિત ભારત સંકલ્પ રથના માધ્યમથી સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓ વિશે માહિતી મેળવી લાભાર્થીઓને મળેલા કલ્યાણકારી લાભો અંગે શોર્ટ ફિલ્મ પણ નિહાળી હતી.

આ કાર્યક્રમમાં ગામનાં સરપંચશ્રીઓ, ઉપસરપંચશ્રીઓ, તાલુકા પંચાયત – ગ્રામ પંચાયત સદસ્યશ્રીઓ, આરોગ્ય વિભાગ, ખેતીવાડી વિભાગ, આઈ.સી.ડી.એસ. વિભાગ સહિતનાં સંબધિત વિભાગના અધિકારીઓ, કર્મચારીઓ તથા ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

Back to top button
error: Content is protected !!