JETPURRAJKOT

જેતપુરમાં પ્રદૂષણ માફિયાઓ બેફામ, જેતપુરમાંથી પસાર થતી ભાદર કેનાલમાં કેમિકલ યુક્ત લાલ પાણી છોડાયું

તા.૨૧ જાન્યુઆરી

વાત્સલ્યમ્ સમાચાર

અમુ સિંગલ જેતપુર

જેતપુર શહેરમાં સાડીના કારખાનેદારો દ્વારા ભાદર નદીને તો પેલાંથી જ પ્રદુષિત કરી નાખી છે હવે બાકી રહ્યું હતું તેમ સિંચાઈ માટે શરુ કરાયેલી ભાદર કેનાલમાં પણ કોઈ પ્રદુષણ માફિયા દ્વારા મોકાનો ફાયદો ઉઠાવી પોતાના કારખાનનું પ્રદુષિત પાણી છોડી દેવાતા કેનાલના પાણીમાં પ્રદુષણ ફેલાયું હતું અને કેનાલના સિંચાઈના પાણીનો રંગ બદલાઈ ગયો હતો. જેથી કેનાલના કાંઠાના ખેડૂતોમાં ભારે ઉહાપોહ મચી ગયો છે.

જાણવા માહિતી મુજબ જેતપુર સાડી ઉદ્યોગના વિવિધ યુનિટો દ્વારા જળ, વાયુ અને જમીનને પ્રદુષિત કરી નાખ્યાંની વ્યાપક ફરિયાદ બાદ એનજીટી દ્વારા છેલ્લા એક અઠવાડિયાથી પ્રાંત અધિકારીની આગેવાનીમાં પ્રદુષણ ફેલાવતા કાયદેસર તેમજ ગેરકાયદેસર યુનિટોની તપાસ એક બાજુ ચાલી રહી છે ત્યાંરે બીજી તરફ ભાદર સિંચાઈ વિભાગ દ્વારા શિયાળુ પાકની સિંચાઈ માટે એકાદ મહિનાથી કેનાલમાં પાણી છોડવામાં આવી છે. તે કેનાલમાં જીયુડી રોડ પરથી કોઈ કારખાનેદારે મોકાનો ફાયદો ઉઠાવીને વહેતા પાણીમાં પોતાના યુનિટનું કેમીકલ યુક્ત લાલ પાણી છોડી દેતા આખી કેનાલનું પાણી પ્રદુષિત થઈ લાલ રંગનું થઇ ગયું હતું.

સૌરાષ્ટ્રનો સૌથી મોટામાં મોટો કેનાલનો કમાન્ડ વિસ્તાર ભાદર કેનાલનો છે જેમાં 78 કિમી લંબાઈની કેનાલ દ્વારા માઇનોર કેનાલથી જેતપુર, ધોરાજી, ઉપલેટા અને જૂનાગઢના 47 ગામોની 36842 હેક્ટર જમીનને સિંચાઇનુ પાણી પૂરુ પાડતી કેનાલના પાણીમાં કોઈ પ્રદુષણ માફિયાએ કેમિકલ યુક્ત લાલ પાણી છોડી દેતા ખેડૂતોમાં ઉહાપોહ મચી ગયો છે . અને આ શૈતાની કૃત્ય કરનાર પ્રદુષણ માફિયાને પકડીને સખત સજા કરવાની માંગ કરી છે.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

Back to top button
error: Content is protected !!