ARAVALLIGUJARATMODASA

મોડાસા તાલુકા વિકાસ અધિકારી મહિલા પ્રમુખના પતિ સામે નતમસ્તક : મોડાસા તાલુકા પંચાયત મહિલા પ્રમુખના પતિનો પ્રમુખની ખુરશીમાં અડિંગો…!!

અહેવાલ

અરવલ્લી :હિતેન્દ્રભાઇ પટેલ

મોડાસા તાલુકા વિકાસ અધિકારી મહિલા પ્રમુખના પતિ સામે નતમસ્તક : મોડાસા તાલુકા પંચાયત મહિલા પ્રમુખના પતિનો પ્રમુખની ખુરશીમાં અડિંગો…!!

*મોડાસા તાલુકા પંચાયત પ્રમુખ સ્નેહલ બેન પટેલના પતિ મિત પટેલ જ તાલુકા પ્રમુખ….!!

*ધુતરાષ્ટ્રની ભૂમિકા ભજવતા તાલુકા વિકાસ અધિકારી મહિલા પ્રમુખના પતિ સામે નતમસ્તક, TDOની બાજુની ખુરશીમાં બેઠેલા ફોટો વાયરલ*

*મહિલા તાલુકા પંચાયત પ્રમુખના પતિ સરકારી અને ખાનગી કાર્યક્રમોમાં તાલુકા પંચાયત પ્રમુખ તરીકે સ્થાન આપવામાં આવતું હોવાની ચર્ચા*

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપ સરકાર મહિલા સશક્તિકરણ માટે નારી શક્તિ વંદન બિલ નામનો ખરડો પસાર કરી 33 ટકા અનામત મહિલાઓ માટે આરક્ષિત કર્યા છે કેન્દ્ર અને રાજ્ય સરકાર મહિલા સશક્તિકરણના ઉદ્દેશને સાર્થક કરવા માટે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં 50 ટકા બેઠકો સ્ત્રીઓ માટે અનામત રાખીને પ્રમુખ-ઉપપ્રમુખના હોદ્દા ઉપર સ્ત્રીઓને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે ત્યારે અરવલ્લી જીલ્લાની મોડાસા તાલુકા પંચાયતના મહિલા પ્રમુખ સ્નેહલબેન પટેલને હોદ્દાની રૂઇએ ફાળવવામાં આવેલ ચેમ્બરમાં પતિ મિત પટેલે કબ્જો જમાવી પત્નીની સત્તાની ખુરશી પર બિરાજીને કર્મચારીઓ પર હુકમો ચલાવતી તસ્વીરો વાયરલ થતા સ્થાનિક કક્ષાએ અનેક અટકળો વહેતી થઇ છે

ભાજપ શાષિત મોડાસા તાલુકા પંચાયતમાં અઢી વર્ષ માટે મહિલા પ્રમુખ તરીકે સ્નેહલબેન પટેલને કમાન સોંપવામાં આવી છે ત્યારે સ્નેહલ બેન પટેલ હોંશિયામાં ધકેલી દઈ તેમના પતિ મિત પટેલ તાલુકા પંચાયત પ્રમુખ તરીકે અડિંગો જમાવ્યો હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે મહિલા પ્રમુખની ખુરશી અને સરકારી ગાડીનો ઉપયોગ તેમના પતિ મિત પટેલનો દબદબો જોવા મળી રહ્યો છે કેટલાક ખાનગી અને સરકારી કાર્યક્રમોમાં મહિલા પ્રમુખ સ્નેહલ બેન પટેલની જગ્યાએ તેઓ પ્રગટ થઇ સત્તા ભોગવી રહ્યા હોવાની સાથે પ્રમુખ તરીકે સ્થાન મેળવી રહ્યા છે તાલુકા પંચાયત પ્રમુખના પતિની કાર્યશૈલીથી કેટલાક તાલુકા પંચાયત સદસ્યો અને પંચાયત કચેરીમાં ફરજ બજાવતા કર્મીઓમાં અંદરો અંદર ટીકાનું કેન્દ્ર બની રહ્યા છે ભાજપ શાષિત તાલુકા પંચાયતમાં મહિલા પ્રમુખ સ્નેહલબેન પટેલના પતિ મિત પટેલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સ્વપ્નને ચકનાચૂર કરી રહ્યા છે સોશ્યલ મીડિયામાં મહિલા પ્રમુખના પતિ જ તાલુકા પ્રમુખ હોય તેવા ફોટા સોશ્યલ મીડિયામાં વાયરલ થતા ભારે ટીકાનું કેન્દ્ર બન્યા છે

ગુજરાતમાં બની બિહાર જેવી ઘટના ? ભાજપ અગ્રણીના પુત્રે લોકશાહીનું હનન કર્યું !!!

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!