BANASKANTHAGUJARATLAKHANI

લાખણી ના ચિત્રોડા ગામે પશુ ગર્ભ પ્રત્યારોપણ કાર્યક્રમ યોજાયો

 

નારણ ગોહિલ લાખણી

બનાસકાંઠાના લાખણી તાલુકાના ચિત્રોડા ગામે બનાસ ડેરીના ચેરમેન અને કમિટી બોર્ડના મેમ્બરો બ્રાઝિલ દેશની મુલાકાત લઈ ત્યાનું પશુધન જોયા બાદ ભારતમાં પશુપાલન વ્યવસાયમા સારી નસલનું સવર્ષન કરવા અને પશુપાલન વ્યવસાયને વધુ સારો બનાવવા ટેકનોલોજીની મદદ લઇ રહ્યા છે હાલમાં જિલ્લાની બનાસ ડેરી પશુપાલકોને ત્યાં વધુ દૂધ આપતી નસ્લ વિકસાવવા કામે લાગી છે. શુક્રવારના દિવસે લાખણી તાલુકાના ચિત્રોડા ગામમા બનાસ ડેરી દ્વારા કેમ્પ આયોજન કરવામાં આવ્યું હતુ જેમાં ચિત્રોડા ગામના પશુપાલકોની 13 ગાયોમાં ગર્ભ પ્રત્યારોપણ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ અંતર્ગત બનાસડેરીના ડી.એચ વિભાગના ડો હરીભાઈ પટેલ

દ્વારા ગર્ભ પ્રત્યારોપણથી ઝડપી નસ્લ સુધારણા કઈ રીતે કરી શકાય છે અને તેના શું ફાયદા છે તેના વિશે માહિતી પશુપાલકોને પૂરી પાડી હતી. તેમજ ડૉ.આર.. ડી.જોપી દ્વારા કયા પ્રકારના પશુઓમાં ગર્ભ પ્રત્યારોપણ કરી શકાય અને આ માટે બનાસડેરી દ્વારા આયોજન કરવામાં આવ્યું છે તેની માહિતી આપવામાં આવી હતી. બનાસ ડેરીની ET ટીમના એલ. વી. પટેલ ડો તાજ કુરેશી અને એ કે પટેલ હાજર રહ્યા હતા અને ચેરમેન ખોડાભાઈ રબારી મંત્રી વાલજીભાઈ રબારી એ આઈ કર્મચારી અનિલભાઈ રબારી તથા પારસ ભાઈ ઠાકોર પણ હાજર રહ્યા હતા

 

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!