GUJARATMEHSANAVIJAPUR

વિજાપુર તાલુકા પંચાયત ખાતે સાધારણ સભા યોજાઈ ગ્રામ્ય વિસ્તારોમાં વિકાસના કામો હાથ ધરાશે

વિજાપુર તાલુકા પંચાયત ખાતે સાધારણ સભા યોજાઈ
ગ્રામ્ય વિસ્તારોમાં વિકાસના કામો હાથ ધરાશે
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર તાલુકા પંચાયત ખાતે સામાન્ય સાધારણ સભા પંચાયત ના હોલ માં તાલુકા વિકાસ અધિકારી ની ઉપસ્થિતિ માં તાલુકા પંચાયતના પ્રમુખ ના અધ્યક્ષતામાં યોજાઈ હતી જેમાં જુદાજુદા ગ્રામ્ય વિસ્તારોમાં પડી રહેલા કામો તેમજ બાકી રહેલા કામો ને સત્વરે પૂર્ણ કરવા તેમજ અલ્પ વિકસિત ગ્રામ્ય વિસ્તારોમાં માં વિકાસ માટે સરકારી યોજનાઓ અંતર્ગત ગ્રાન્ટ ની ફાળવણી કરી કામો શરૂ કરવા માટે ના નિર્ણયો લેવામાં આવ્યા હતા કુલ 26 સભ્યો પૈકી સભાખંડમાં ભાજપના 12 સદસ્યો તેમજ કોંગ્રેસના 5 સદસ્યો કુલ 17 સદસ્યો ઉપસ્થિત રહ્યા હતા જ્યારે 10 સદસ્યો ગેર હાજર રહ્યા હતા જેમાં તાલુકા વિકાસ અધિકારી સપના બેન પી રાજપુત ની હાજરી માં તાલુકા પંચાયતના પ્રમુખ આશા બેન પટેલ ની અધ્યક્ષતામાં સભાની કામ ગીરી શરૂ કરવામાં આવી હતી જેમાં ઉપસ્થિત સદસ્યો દ્વારા પોતાના ગામોના બાકી રહી ગયેલા કામોની યાદી રજૂ કરી કામો શરૂ કરવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવેલી વિરોધ પક્ષના નેતા દિનેશ સિંહ ચૌહાણે પણ ગ્રામ્ય વિકાસના કામો ઝડપી પુર્ણ કરવા માટે તેમજ તેમના વિસ્તારો માં રહી ગયેલા કામો ની યાદી આપી રજૂઆત કરવામાં આવી હતી તાલુકા પંચાયતના પ્રમુખ આશાબેન પટેલે જણાવ્યું હતુકે આગામી દિવસો માં વિકાસ ના તમામ કામો સત્વરે હાથ ધરવામાં આવશે અને પડતર ગ્રામ્ય વિસ્તારોના પ્રશ્નો નો ઝડપથી નિકાલ કરવામાં આવશે ટૂંકમાં ગ્રામ્ય વિસ્તારોના કામો હાથ ધરવામાં આવશે

ગુજરાતમાં બની બિહાર જેવી ઘટના ? ભાજપ અગ્રણીના પુત્રે લોકશાહીનું હનન કર્યું !!!

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!