GUJARATMEHSANAVIJAPUR

વિજાપુર ના શખ્સ ને ચેક રીટર્ન ના કેસમાં છ માસની સજા કરતી કોર્ટ

વિજાપુર ના શખ્સ ને ચેક રીટર્ન ના કેસમાં છ માસની સજા કરતી કોર્ટ
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર માં મોબાઈલ રીચાર્જ અને એસેસરીઝનો ધંધો કરતા બારોટ જગદીશ કુમાર બાબુલાલ ને ત્યાં રીચાર્જ માટે આવતા જતા પ્રકાશ ભાઈ બાબુલાલ વૈદ્ય ને મિત્રતા બંધાયો હતો જેમાં વિશ્વાસ કેળવીને જગદીશભાઈ બારોટે ધંધા માટે રૂપિયા સિત્તેર હજારની જરૂરિયાત ઉભી થતા પ્રકાશભાઈ વૈદ્ય પાસેથી હાથ ઉછીના રૂપિયા સિત્તેર હજાર છ માસ માં પરત આપવાના વાયદે લીધા હતા જેના બદલે જગદીશ ભાઈ બારોટે તા 22/05/2018 ના રોજનો એચડીએફસી બેંકનો ચેક નંબર 000063 આપેલો જે ચેક પ્રકાશભાઈ વૈધે પોતાના દેનાબેન્ક ના ખાતામાં તા 23 /05/2018 ના રોજ ભરતા પરત ફરેલ જેની જાણ પોતાના મિત્ર જગદીશભાઈ બારોટને કરી હતી પરંતુ ઉઘરાણી બાદ તેઓને હાથ ઉછીના આપેલા રૂપિયા આપવામાં ગલ્લા તલ્લા કરતા વાયદે મૂકરી જતા વકીલ વિજય વૈદ્ય મારફત કોર્ટમાં કેસ કર્યો હતો જે કેસ એડિશનલ ચીફ જયુડિશિયલ મેજિસ્ટ્રેટ મીસ ભારતી બેન કનુ ભાઈ જાદવ ની અદાલત માં ચાલી જતા આરોપી જગદીશ ભાઈ બાબુલાલ બારોટને ધી નેગોશીયેબલ ઇન્સસ્ટ્રુમેન્ટ ની કલમ મુજબ દોષિત ઠેરવી સિત્તેર હજાર નો વળતર ચૂકવી આપવા તેમજ છ માસની સજા કરતો હૂકમ કર્યો હતો

ગુજરાતમાં બની બિહાર જેવી ઘટના ? ભાજપ અગ્રણીના પુત્રે લોકશાહીનું હનન કર્યું !!!

Back to top button
error: Content is protected !!