AHAVADANGGUJARAT

સાપુતારામાં વ્હાઈટ ફેધર રિસોર્ટનાં મકાનમાંથી ડી કમ્પોઝ હાલતમાં અજાણ્યા ઇસમની લાશ મળી..

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-ડાંગ

પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ ડાંગ જિલ્લાનાં ગિરિમથક સાપુતારા ખાતે પ્રવાસન વિભાગ દ્વારા બનાવવામાં આવેલ વ્હાઈટ ફેધર રિસોર્ટ વિવાદમાં હોવાથી ઘણા સમયથી બંધ હાલતમાં પડી છે.તેવામાં આજરોજ મોડી સાંજનાં અરસામાં સાપુતારાનાં વ્હાઈટ ફેધર રિસોર્ટનાં બંધ મકાન નજીકથી દુર્ગંધ આવતા સ્થાનિકોએ સાપુતારા પોલીસ મથકમાં જાણ કરી હતી.આ બાબતે સાપુતારા પોલીસની ટીમને જાણ થતાની સાથે જ સાપુતારા ટાઉન બીટનાં અ.હે.કો સંજયભાઈ ભોયેની ટીમે સ્થળ પર જઈ તપાસ હાથ ધરતા સ્થળ પર ડીકમ્પોઝ હાલતમાં અજાણ્યા ઇસમની લાશ જોવા મળી હતી.હાલમાં ડી કમ્પોઝ હાલતમાં પડેલ લાશ કોની છે.અને ક્યાંથી આવી જે બાબતે સાપુતારા પોલીસની ટીમે એફ.એસ.એલ વિભાગને જાણ કરી વધુ તપાસ હાથ ધરી છે…

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!