ગુજરાત અને મધ્યપ્રદેશની સરહદે આવેલ છોટાઉદેપુરના વાઘસ્થળ ડુંગરની તળેટીમાં રંગપંચમીનો મેળો ભરાયો.
છોટાઉદેપુર જિલ્લાના નજીક ગુજરાત અને મધ્યપ્રદેશ સરહદ ઉપર આવેલ વાઘસ્થળ ડુંગરની તળેટીમાં પરંપરાગત રંગપંચમીનો ભવ્ય મેળો ભરાયો હતો. છોટાઉદેપુર તેમ જ આસપાસના ગામજનોએ મેળાનો આનંદ માણવા ઊમટી પડ્યા હતા.
જૂના છોટાઉદેપુરમાં વર્ષો પહેલા ગાઢ જંગલમાં સંત વાગસુર મહારાજ રહેતા હતા. તેમણે આ ડુંગરને તળેટીમાં વર્ષો સુધી તપસ્યા કરી હતી.સ્થાનિકો ત્યારથી આ ડુંગરને વાઘસ્થળ ડુંગર કહે છે હાલમાં વાગસુર મહારાજનું મંદિર તથા તેમની સમાધિ આ સ્થળ પર આવેલા છે.
વાઘસ્થળ ડુંગર ઉપર ચઢી વર્ષોથી છોટાઉદેપુરના લોકો નાના મંદિરમાં પરંપરા મુજબ પૂજા કરે છે . હોળી પર્વ દરમિયાન લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળે છે. રંગપંચમીના મેળામાં ભારે આનંદ ઉલ્લાસ સાથે સ્થાનિકોએ લોકવાદ્યો સાથે નાચગાન કર્યું હતું. સ્થાનિકો વાઘસ્થળ ડુંગર ઉપર ચઢીને હોળી પર્વમાં રાખેલી બાધા પૂર્ણ કરી હતી. ઘેરૈયાઓ રંગપંચમીના મેળા બાદ સ્નાન કરી બાધા પૂર્ણ કરે હતી.
ગુજરાતની સરહદે આવેલ મધ્યપ્રદેશના ઝડોલી ગામના સરપંચ જયંતીભાઈ જણાવે છે કે, વર્ષોથી હોળીના તહેવાર બાદ રંગપંચમીના વાઘસ્થળે મેળો ભરાય છે. દૂર દૂરથી આદિવાસી વિસ્તારના લોકો ભેગા થતા હોય છે. ડુંગર પર ચઢીને પોતાની માનતાઓ પૂરી કરે છે. વર્ષોથી પરંપરાગત રીતે અહિયા મેળો ભરાય છે.
બ્યુરો ચીફ અંજુમ ખત્રી છોટાઉદેપુર