CHOTILASURENDRANAGAR

ચોટીલા નગરપાલિકા દ્વારા બિપોરજોય વાવાઝોડા સામે સાવચેત રહેવા માટે રેકોર્ડ કરેલ સંદેશો રિક્ષાના માધ્યમથી લોકોને સંભળાવાયો.

તા.14/06/2023/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર

સુરેન્દ્રનગર જિલ્લામાં વહીવટી તંત્ર દ્વારા બિપરજોય વાવાઝોડાની સંભવિત સ્થિતિ સામે રક્ષણાત્મક પગલાઓ ભરવા આગોતરી તૈયારીઓ શરૂ કરાઇ છે ચોટીલા નગરપાલિકા દ્વારા વિવિધ વિસ્તારોમાં રીક્ષા ફેરવી સાવચેતીના પગલાં માટેનો સંદેશો લોકો સુધી પહોંચાડવામાં આવી રહ્યો છે બિપરજોય વાવાઝોડાની સંભવિત સ્થિતિ સામે તૈયાર રહેવા તેમજ વાવાઝોડા પહેલા સાવચેતી રાખવા માટેની બાબતોનો સંદેશો રેકોર્ડ કરી હરતી ફરતી રીક્ષા દ્વારા શ્રાવ્ય માધ્યમથી ચોટીલા નગરપાલિકાના તમામ વિસ્તારોમાં લોકોને સંદેશો સંભળાવવામાં આવી રહ્યો છે’ટીવી,રેડિયો તથા સરકારી માધ્યમ દ્વારા મળતી સૂચનાઓનું પાલન કરવું, અફવાઓથી દૂર રહેવું. ઘરના બારી બારણાં ચુસ્ત રીતે બંધ રાખવા, પાવર બેંક ચાર્જ રાખવી, વીજ પ્રવાહનું ધ્યાન રાખવું, શક્ય હોય ત્યાં સુધી મુસાફરી ટાળવી, એકબીજાને મદદરૂપ બનીએ.’શ્રાવ્ય માધ્યમમાં રેકૉર્ડ થયેલો આ સંદેશો રિક્ષા દ્વારા ચોટીલા નગરપાલિકા તમામ વિસ્તારોમાં ફરી રહ્યો છે લોકો આ સંદેશાને સાંભળી સાવચેતીના ભાગરૂપે સતર્ક થઈ રહ્યા છે ઉપરાંત ચોટીલા નગરપાલિકા દ્વારા ચોટીલા હાઈવે, મામલતદાર ઓફિસની આસપાસનો વિસ્તાર, આણંદપર રોડ સહિતના 40 થી 50 ફૂટ ઊંચાઈ ધરાવતા 10 થી વધુ હોર્ડિંગ્સ ઉતારી લેવામાં આવ્યા છે હોટલ ઉપરના તેમજ અન્ય સ્થળ પરના હોર્ડિંગ્સને ઉતારી લેવા માટેની સૂચનાઓ પણ આપવામાં આવી છે આ તાલુકા મથકે રાઉન્ડ-ધ-કલોક કન્ટ્રોલરૂમ કાર્યરત કરી દેવાયા છે ચોટીલા તાલુકા કંટ્રોલરૂમ ફોન નંબર: ૦૨૭૫૧-૨૮૦૨૭૯ લોકોની મદદ માટે જાહેર કરવામાં આવ્યો છે.

લ્યો બોલો…સુરેન્દ્રનગર જિલ્લા આરોગ્ય અધિકારીને જ ખબર નથી કે ટી.બી. ની દવા ખાલી થઈ ગઈ છે..!

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!