JETPURRAJKOT

જિલ્લા આરોગ્ય સંકલન સમિતિની બેઠકમાં જિલ્લાના તમામ તાલુકાઓમાં બાળ કુપોષણ સારવાર કેન્દ્ર શરૂ કરવા કલેકટરશ્રીની સૂચના

તા.૧૬ મે

વાત્સલ્યમ્ સમાચાર

અમુ સિંગલ જેતપુર

રાષ્ટ્રીય ડેન્ગ્યૂ દિવસ નિમિત્તે ડેન્ગ્યૂ નાબૂદી માટેના શપથ લેવાયા

રાજકોટ જિલ્લા કલેક્ટરશ્રી પ્રભવ જોશીના અધ્યક્ષસ્થાને જિલ્લા આરોગ્ય સંકલન સમિતિની મિટિંગ કલેક્ટર કચેરી ખાતે યોજાઇ હતી. જેમાં રાજકોટ જિલ્લાના વિવિધ તાલુકાઓમાં થઈ રહેલી આરોગ્યલક્ષી કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી.

જિલ્લા કલેક્ટરશ્રી પ્રભવ જોશીએ બાળકોમાં કૂપોષણ નાબૂદી માટે રાજકોટ જિલ્લાના તમામ તાલુકાઓમાં બાળ કુપોષણ સારવાર કેન્દ્ર (ચાઈલ્ડ માલન્યુટ્રીશન ટ્રીટમેન્ટ સેન્ટર) શરૂ કરવા સૂચના આપી હતી. તથા જન્મસમયે બાળમૃત્યુદર ઘટાડવા પર ખાસ ભાર મૂક્યો હતો. બાળક તંદુરસ્ત જન્મે તે હેતુથી ગર્ભાવસ્થા દરમિયાન જ મહિલાઓની સોનોગ્રાફી તેમજ તપાસ સઘન રીતે કરવા જણાવ્યું હતું. જિલ્લાના ઉપલેટા, ગોંડલ, જસદણ, ધોરાજી તથા જેતપુર સબ ડિસ્ટ્રીક્ટ હેલ્થ સેન્ટરમાં સગર્ભા મહિલાઓની અલ્ટ્રાસોનિક સોનોગ્રાફી તપાસ કરવા ખાનગી એજન્સીઓનો સહયોગ લેવા એમ.ઓ.યુ. કરવા જણાવ્યું હતું. તથા ઉપલેટા તથા ગોંડલમાં સીક ન્યૂબોર્ન કેર યૂનિટ શરૂ કરવા સૂચના આપી હતી.

કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા લોકોના આરોગ્ય માટે વિવિધ યોજનાઓ બનાવાઈ છે, જેનો ઉલ્લેખ કરતા કલેક્ટરશ્રીએ પ્રધાનમંત્રી માતૃત્વ સુરક્ષા યોજના, અટલ સ્નેહ યોજના, કાંગારૂ મધર કેર, રસીકરણ, રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ, શાળા આરોગ્ય તપાસ વગેરે જેવા કાર્યક્રમો-યોજનાઓનો લાભ લોકોને મળી રહે તે જોવા ખાસ જણાવ્યું હતું. આ સાથે જિલ્લાની વિવિધ હોસ્પિટલો, આરોગ્ય કેન્દ્રોમાં દવાનો પૂરતો જથ્થો જાળવવા તેમજ અદ્યતન સાધનો વસાવવા માટે પણ તેમણે સૌને પ્રેરણા આપી હતી.

મિટિંગ પૂર્વે આજે રાષ્ટ્રીય ડેન્ગ્યુ દિવસ નિમિત્તે ડેન્ગ્યુની નાબૂદી માટે સૌએ શપથ લીધા હતા. આ બેઠકમાં જિલ્લાના મુખ્ય આરોગ્ય અધિકારીશ્રી ડૉ. નિલેશ રાઠોડ, જિલ્લાના રીપ્રોડક્ટિવ એન્ડ ચાઇલ્ડ હેલ્થ ઓફિસર ડૉ. પી.કે. સિંઘ, વિવિધ તાલુકાઓના આરોગ્ય અધિકારીઓ, મેડિકલ સ્ટાફ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!