GUJARATJUNAGADHVISAVADAR

વિસાવદર તાલુકાનાં બરડીયા ગામનાં મનસુખભાઇ ઠુમરને પ્રધાનમંત્રી આવાસ યોજના દ્વારા મળ્યુ પાકુ ઘરનું ઘર

વિસાવદર તાલુકાનાં બરડીયા ગામનાં મનસુખભાઇ ઠુમરને પ્રધાનમંત્રી આવાસ યોજના દ્વારા મળ્યુ પાકુ ઘરનું ઘર
વાત્સલ્યમ્ સમાચાર
ભરત બોરીચા – જૂનાગઢ
જૂનાગઢ : રાજ્યના ગ્રામિણ વિસ્તારોમાં વસતા ઘર વિહોણા લાભાર્થીઓને તથા કાચા અને જર્જરિત મકાનમાં રહેતા પરિવારોને પાયાની સુવિધાઓ સાથેનું પાકુ આવાસ પુરુ પાડવાનો પ્રધાનમંત્રી આવાસ યોજનાનો ઉદ્દેશ છે, પ્રધાનમંત્રી આવાસ યોજના(ગ્રામીણ) તા.૨૦-૧૧-૨૦૧૬થી અમલમાં મુકવામાં આવેલ છે. ગ્રામ્ય વિસ્તારના કુટુંબોને “પોતાના સ્વપ્નનું ઘર” મળે અને તેમનું જીવનધોરણ ઊંચું આવે તે પ્રધાનમંત્રી આવાસ યોજનાનો મુખ્ય હેતુ છે. વર્ષ ૨૦૧૧ માં થયેલ સામાજીક, આર્થિક વસ્તી ગણતરીમાં જે કુટુંબો ઘર વિહોણા અથવા કાચા ધરમાં રહેતા નોંધવામાં આવ્યા હતા, તેમને પાકું ઘર આપવા માટે આ યોજના અંતર્ગત રૂ. ૧,૨૦,૦૦૦ ની સહાય આપવામાં આવે છે.  આ ઉપરાંત લાભાર્થી ને તેના પોતાના મકાન બાંધવા માટે મનરેગા અંતર્ગત રૂ.૧૭,૯૧૦/- અને શૌચાલય માટે રૂ.૧૨,૦૦૦/- મળીને કુલ રૂ. ૧,૫૦,૦૦૦ ની સહાય આપવામાં આવે છે. પ્રધાનમંત્રી આવાસ યોજના(ગ્રામીણ) હેઠળ લાભાર્થીના ખાતામાં ફંડ ટ્રાન્સફર દ્વારા ત્રણ હપ્તામાં કુલ રૂ.૧,૨૦,૦૦૦ની સહાય પૂરી પાડવામાં આવે છે, જે પૈકી પ્રથમ હપ્તો રૂ.૩૦,૦૦૦ આવાસ શરૂ કરતાં પહેલા એડવાન્સરૂપે, બીજો હપ્તો રૂ.૫૦,૦૦૦ આવાસ વીંડોસીલ લેવલ પર પહોંચે ત્યારે તેમજ ત્રીજો હપ્તો રૂ.૪૦,૦૦૦ આવાસ પૂર્ણ થયેથી આપવામાં આવે છે. લાભાર્થીને મકાન બાંધવા માટે રાજ્ય સરકાર તરફથી ૧૦૦ ચો.મી.નો પ્લોટ વિના મૂલ્યે આપવામાં આવે છે. પ્રધાનમંત્રી આવાસ યોજના (ગ્રામીણ) હેઠળ બનતા મકાનો ગુણવતા યુક્ત બને તે માટે ગ્રામ્ય વિસ્તારમાં કુશળ કારીગરો ઉપલબ્ધ થાય તે હેતુથી કડિયા તાલીમ હાથ ધરવા ઉપરાંત હયાત કડીયાઓનું જ્ઞાન ચકાસી તેમને પણ તેમના વ્યવસાય માટે પ્રમાણિત કરવા માટે તાલીમ કાર્યક્રમ હાથ ધરવામાં આવે છે. આ યોજનાનો લાભ મેળવનાર બરડીયા ગામનાં મનસુખભાઇ પોપટભાઇ ઠુમરને પાકુ ઘરનૂં ઘર બનતા હર્ષભેર જણાવ્યુ હતુ કે મારે કાચુ નળીયાવાળુ મકાન હતુ. ચોમાસામાં પારાવાર મુશ્કેલીઓ સહન કરવી પડતી. આવક ઓછી હોવાનાં કારણે હું કોઇ સંજોગોમાં પાકુ ઘર બનાવવાનાં સપના પણ જોઇ શક્યો નથી. પણ મને પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત રૂા. ૧૨૦૦૦૦/નીસહાય મળતા હું પાકુ ઘર બનાવી શક્યો છુ. હું પ્રધાનમંત્રીનો આભાર વ્યક્ત કરુ છુ કેમ કે તેમણે ગરીબોની હૈયાની વાત સમજીને આવી યોજનાઓ ચરિતાર્થ કરી છે. જેનો લાભ અમારા જેવા અનેક ગરીબોને મળ્યો છે.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!