GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL

વેજલપુરમાં બે મકાનમાંથી ગૌવંશ નું કતલ કરતા સાત ઈસમો ઝડપાયા નવ ફરાર પોલીસે 3 લાખ ઉપરાંતનો મુદ્દામાલ કબ્જે કર્યો.

તારીખ ૩૦/૦૧/૨૦૨૪

સાજીદ વાઘેલા કાલોલ 

પંચમહાલ જીલ્લા ઉચ્ચ પોલીસ અધિકારીઓએ અત્રેના જીલ્લામાં ગૌવંશના ગેરકાયદેસર રીતે થતી હેરાફેરી તેમજ કતલ કરવાની પ્રવૃતીઓ નેસ્તનાબુદ કરવા જરૂરી માર્ગદર્શન આપેલ હોય જે આધારે નાયબ પોલીસ અધિક્ષક વી.જે.રાઠોડ હાલોલ નાઓના માર્ગદર્શન હેઠળ વેજલપુર પોલીસ સ્ટેશન પો.સ.ઈ. એસ.એલ.કામોળ નાઓએ પોતાના અંગત અને વિશ્વાસુ બાતમીદારથી ખાનગી રાહે બાતમી હકીકત મેળવેલ કે વેજલપુર નાના મહોલ્લા રહેમાનીયા મસ્જીદ પાસે કેટલાક ઈસમો ભેગા મળી બે અલગ અલગ રહેણાંક મકાનોમાં ગૌવંશ લાવી કતલ કરે છે અને ચોરી છુપી થી છુટક ગૌ માસ વેચાણ કરે છે જે બાતમી આધારે વેજલપુર તેમજ કાલોલ પોલીસ સ્ટેશનના માણસો સાથે રાખી બે અલગ અલગ ટીમો બનાવી ટીમોને બાતમી હકીકતથી વાકેફ કરી કામગીરી બાબતે સમજ આપી એક સાથે બે રહેણાંક મકાનોમાં રેઈડ કરતા બન્ને જગ્યાએથી રંગે હાથે ગૌવંશનુ કતલ કરી ગૌમાંસને સગે વગે કરતા કુલ-૦૭ આરોપીઓને ઝડપી પાડવામાં આવેલ છે જેમાં કુલ ૮૦૫ કિ.ગ્રા ગૌમાંસ કિ.રૂ.૧,૬૧,૦૦૦/- નુ મળી આવેલ તેમજ ગૌવંશ કતલ કરવાના તેમજ ગૌમાંસ ભરવાના સાધન સામગ્રી તેમજ મોટર સાયકલો તથા મોબાઈલ ફોનો મળી કુલ કિ.રૂ.૩,૪૯,૬૨૫ /-નો મુદ્દામાલ કબ્જે કરી તેમજ એક ગૌવંશને કતલ થતા બચાવી પાંજરાપોળ ખાતે મોકલી આપવામાં આવેલ પકડાયેલ આરોપીઓ તેમજ નાસી જનાર તેમજ હાજર નહી મળી આવેલ તમામ આરોપીઓ વિરુધ્ધ વેજલપુર પોલીસ સ્ટેશનમાં અલગ અલગ કલમો હેઠળ ગુન્હાઓ દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે. પોલીસે કતલ કરેલ ગૌ માસ, લોહી યોગ્ય કાર્યવાહી કરી સરકારી ગૌચર જમીનમાં દાટી મીઠું નાખી દફનવિધિ કરી નિકાલ કર્યો હતો.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!