BANASKANTHAGUJARATPALANPUR

શંખેશ્વર એન્કારવાલ જહાજ મંદિરના ઉપક્રમે પ્રભુ મહાવીર જન્મ વાંચન ની ઉજવણી કરાઈ

19 સપ્ટેમ્બર વાત્સલ્યમ્ દૈનિક સમાચાર સુભાષભાઈ વ્યાસ પાલનપુર બનાસકાંઠા

શંખેશ્વર મહાતીર્થના ઉપક્રમે આવેલ શ્રી અષાઢીયા પાર્શ્વનાથ જહાજ મંદિર શ્રી પાર્શ્વચંદ્રસૂરી દાદા ના પ્રાંગણે ચાલી રહેલ પર્વાધિરાજ પર્યુષણ મહાપર્વના પાંચમા દિવસે શ્રી મહાવીર જન્મ વાંચન ની ઉજવણી કરાઇ હતી.આ પ્રસંગે પૂ.સા.શ્રી ભાવીતગુણાશ્રીજી મ.સા અને પૂ.સા.શ્રી અમીવર્ષાશ્રીજી મ.સા ની નિશ્રામાં મહાવીર જન્મવાંચનની ઉજવણી કરવામાં આવેલ.સાથે આ પ્રસંગે રાજસ્થાન ના નાગૌર જૈન સંઘમાં ચાતુર્માસ અર્થે બિરાજમાન શ્રી જાહજ મંદિર પ્રેરિકા પૂ.સા. શ્રી સુનંદિતાશ્રીજી મ.સા એ શુભેચ્છા સહ આશીર્વાદ પાઠવેલ.અને આ પ્રસંગે રાજસ્થાનના મીરપુર તીર્થ થી પૂજય મુનિરાજશ્રી નયશેખર વિજયજી મ.સા એ જણાવેલ કે પર્યુષણ પર્વના પાંચમા દિવસ એટલે પ્રભુ મહાવીરનો જન્મ વાંચનનો દિવસ કહેવાય.પ્રભુના જન્મ સમયે નારકીના જીવોને પણ ક્ષણભર માટે સુખનો અનુભવ થાય છે.તીર્થંકરના અતિશય પુણ્યનો આ પ્રભાવ હોય છે.વિશાળ સંખ્યામાં ઉપસ્થિત ભાવિકોએ ભક્તિમાં ઝુમી ઉઠ્યા હતા.ચૌદ સ્વપ્નને પધરાવવાનું ફૂલની માળા,મોતીની માળા પહેરાવી તેને ઝૂલાવવાના વિવિધ ચડાવવા બોલી સકલ સંઘને દર્શન કરાવવામાં આવેલ.જેમાં અલગ-અલગ પરિવારોએ દ્વારા લાભ લીધેલ.ત્યારબાદ જન્મની વધાઈ થતાં જ શ્રાવકોએ શ્રીફળ વધેરવા દ્વારા આનંદ વ્યક્ત કરેલ.આ પ્રસંગે બુંદીના લાડવાની પ્રભાવના કેવિન ફૂલીનભાઈ દેઢિયા ના જન્મદિવસ નિમિત્તે ગામ-કોડાય,હાલ-મલાડ,મુંબઇ પરિવાર તરફથી કરવામાં આવેલ.અને પ્રભુવીરનું ઘોડિયા પારણું અને શ્રીફળની પ્રભાવના માનીદેવી સરોજજી છલ્લાણી પરિવારે લીધેલ.આ પ્રસંગે જાહજ મંદિરના ટ્રસ્ટીવર્ય શ્રી તેજપાલ ભાઈ શાહ અને ટ્રસ્ટીવર્ય શ્રી મેહુલભાઈ શાહ ઉપસ્થિત રહેલ.સાથે પરમ ગુરુભક્ત શ્રી અંકુરભાઈ શાહ અને શ્રી જયેશભાઇ શાહ ઉપસ્થિત રહેલ.અંગીના દાતા રાજુદેવી માનમલજી ડુંગડ પરિવાર એ લીધેલ અને સાંજે મૂળનાયનક શ્રી અષાઢીયા પાર્શ્વનાથ પ્રભુની વિશિષ્ટ આંગી રચવામાં આવેલ.જેમાં ભાવિક ભક્તોએ દર્શન કરેલ.મહાવીર જન્મ વાંચન દરમિયાન ભાવિકોએ પ્રભુવીરનું ઘોડિયા પારણું ઝુલાવિયું હતું.આ પ્રસંગે જહાજ મંદિર ના મેનેજર શ્રી હીરાલાલભાઈ શાહ અને સમગ્ર કાર્યક્રમની વ્યવસ્થા સંભાળેલ અને સાથે-સાથે સ્ટાફ ગણ એ પણ સુંદર સાહત સહકાર આપેલ.આ પ્રસંગે મુંબઇ,શંખેશ્વર, કચ્છ,અમદાવાદ વિગેરેથી ભાવિકો પધારેલ.

Back to top button
error: Content is protected !!