ARAVALLIBAYADGUJARAT

સગીર વયની છોકરીનું યોગ્ય કાઉન્સિલિંગ કરી પરિવારમાં સુમેળ સાધી અપાવતી અરવલ્લી મહિલા અભયમ ટીમ

કિરીટ પટેલ બાયડ

અરવલ્લી જિલ્લામા ફરજ બજાવી રહેલ 181 અભયમ મહિલા હેલ્પલાઇનના કાઉન્સિલર અને એમની ટીમ ફરજ ઉપર હાજર હોય તે દરમિયાન પીડિત મહિલાનો કોલ 181 ટીમને મળતા અરવલ્લી 181 ની ટીમ તાત્કાલિક સ્થળ ઉપર પહોચી પીડિતા બેનનુ કાઉન્સિલિંગ કરતા જાણવા મળ્યું કે તેમના માતા પિતા દ્વારા તેમને મારપીટ અને હેરાનગતિ થાય છે. ત્યારબાદ ટીમ ધ્વરા તેમના માતાપિતા અને દાદા દાદી સાથે વાતચીત કરતાં જાણવા મળ્યું કે તેમની દીકરી ગામના જ એક છોકરા સાથે રિલેશનમાં છે અને તેમનુ કહ્યું માનતા નથી. અને ગામમા અમારે દીકરીને કઈ રીતે પરણાવવી તેવુ પરીવારના સભ્યોએ જણાવ્યુ હતુ. ત્યારબાદ ટીમ ધ્વારા તેમની દીકરીને સમજાવી. અને હાલ 12માં ધોરણમાં અભ્યાસ કરે છે તો ભણતરમાં ધ્યાન આપવા સમજાવ્યુ તેમજ તેમના માતાપિતાને દીકરી ઉપર હાથ ના ઉપાડવો અને પ્રેમથી વાતચીત કરી સમજાવવા કહ્યું અને દીકરીને પણ સમજાવેલ કે માતા પિતા પોતાની દિકરીનું ખરાબ નઈ ઇચ્છે ત્યારબાદ દીકરીને અને તેમના માતા પિતાને સમજાવી કાયદાકીય પોલીસ સ્ટેશનની માહીતી આપી અને શાંતીથી રહેવા સમજાવેલ અને સ્થળ પર જ સમાધાન કરાવી અને ફરીથી જરૂર પડે તો 181 ની મદદ લેવા જણાવેલ.

Back to top button
error: Content is protected !!