RAMESH SAVANI

RAMESH SAVANI : અગ્નિવીર યોજના સેના/દેશ/ યુવાનોના હિતમાં ન હતી તો શામાટે થોપવામાં આવી?

આપણી સેના/ સૈનિકોની બહાદુરી માટે માન છે. દુનિયા જાણે છે કે ભારતીય સેના શૌર્ય અને પરાક્રમનું પ્રતીક છે ! સેના છે તો આપણે છીએ. સેના આપણું ગૌરવ છે.
ભારતીય સેનાના પૂર્વ પ્રમુખ જનરલ મનોજ મુકુંદ નરવરેએ પુસ્તક લખ્યું છે : ‘Four Stars of Destiny.’ આ પુસ્તકમાં તેમણે જણાવેલ છે કે વડાપ્રધાનની “અગ્નિપથ યોજના’ આર્મી માટે હેરાન કરનારી હતી. વાયુસેના અને નૌસેના ચોંકી ગઈ હતી ! તેમને ઝટકો લાગ્યો હતો. આ યોજના સેના સાથે વિચારવિમર્શ કર્યા વિના લાવવામાં આવી હતી. આ યોજનાનો આર્મી/ નેવી/ એરફોર્સે વિરોધ કર્યો હતો. અગ્નિવીરની સેલેરી માત્ર 20,000 હતી, તેની સામે વાંધો ઊઠાવ્યો કે પ્રશિક્ષિત સૈનિક મજૂર નથી, તેથી સરકારે 30,000 સેલેરી કરી હતી !”
જનરલ નરવરેએ 31 ડીસેમ્બર 2019 થી30 એપ્રિલ 2022 સુધી સેના પ્રમુખ હતા. અગ્નિપથ યોજનામાં 17થી 21 વરસના અગ્નિવીરને 4 વરસ સેનામાં ભરતી કરવાની જોગવાઈ છે. તેમાં 25% અગ્નિવીરની નોકરી આગળના 15 વરસ માટે વધારવાની અને બાકીનાને ઘેર પરત મોકલવાની જોગવાઈ હતી.
જનરલ નરવરેએ અગ્નિવીર યોજના સામે સખ્ત વિરોધ નોંધાવ્યો હોત/ એરફોર્સ અને નેવીના વડાઓએ સખ્ત વિરોધ નોંધાવ્યો હોત તો અગ્નિવીર યોજનાનું બાળમરણ થાત ! લશ્કરની ત્રણે પાંખના વડાઓ જ્યારે દુશ્મનો સામે ડરતા નથી, તો લશ્કરના આંતરિક માળખાને વેરવિખેર કરતી નીચ રાજનીતિ સામે શામાટે સરેન્ડર થયા હશે? શામાટે સેનાના રાજનીતિકરણ સામે અવાજ ઊઠાવ્યો નહીં હોય? સેનાને નબળી કરનારને સ્પષ્ટ પણે વિવેકથી ‘ના’ કહેવાનું સાહસ કેમ દાખવતા નહીં હોય?
સેનાના વડા લોકતંત્રના મૌન પણ સતર્ક ચોકીદાર છે ! દુર્ભાગ્યે એવું જોવા મળે છે કે રાજ્યના પોલીસ વડા/ સૈન્યના વડા ડરપોક હોય છે ! તેના કરતા પોલીસ/ જવાનમાં વધુ હિમ્મત હોય છે ! ઉચ્ચ અધિકારીઓની છાતી પર ડઝન કરતાં વધુ મેડલ લટકતા હોય છે પરંતુ તે હિમ્મતની ખાત્રી કરાવી શકતા નથી ! જેટલો ઉચ્ચ અધિકારી એટલો તે વધુ સુવિધાભોગી ! આ વૃતિ જ તેમને મૂર્ખતાપૂર્ણ આદેશો સામે સ્પષ્ટપણે ના કહેતા અટકાવે છે !
સવાલ એ છે કે વડાપ્રધાન, અગ્નિવીર યોજના સેનાની ત્રણે પાંખના વડાઓ સાથે ચર્ચા કર્યા વિના શામાટે લાવ્યા? પાયલોટ પ્રોજેક્ટ વિના અમલ શામાટે કર્યો? આ યોજના ન સેનાના હિતમાં, ન યુવાનોના હિતમાં કે ન દેશના હિતમાં હતી તો શામાટે થોપવામાં આવી? શું નરવરેએ અગ્નિવીરની સેલરી 29 હજારના બદલે 30,000 કરાવી હતી એટલે દેશના પ્રથમ CDS જનરલ બિપિન રાવતનું આકસ્મિક અવસાન બાદ, જનરલ નરવરેને CDS-Chief of Defence Staff ના હોદ્દાથી વંચિત રાખવામાં આવ્યા હતા? એવી યોજના જે દેશની સુરક્ષા પ્રથા સાથે ખિલવાડ હોય, એવી યોજના જે દેશના લશ્કરને કમજોર કરતી હોય, એવી યોજના જે દેશની સુરક્ષા/સેના/યુવાનોના હિતમાં ન હોય, એવી યોજના જે બળજબરીથી સેના/ દેશ/ યુવાનો પર થોપવામાં આવી હોય; તેની પાછળ વડાપ્રધાનનો ‘મૂળ ઈરાદો’ શું હશે? સૌથી મોટો સવાલ એ છે કે વડાપ્રધાનની આ કેવી ‘દેશભક્તિ’?rs

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

Back to top button
error: Content is protected !!