GUJARATPATANSIDHPUR

Sidhpur : સિદ્ધપુર કુમાર શાળા નંબર ૪ રાજપુર ખાતે સ્કિલ ડેવલપમેન્ટ ટ્રેનિંગ સેન્ટર નું ઉદ્ઘાટન કરવામાં આવ્યું

સિદ્ધપુર કુમાર શાળા નંબર ૪ રાજપુર ખાતે સ્કિલ ડેવલપમેન્ટ ટ્રેનિંગ સેન્ટર નું ઉદ્ઘાટન કરવામાં આવ્યું

પ્રાથમિક કન્યા શાળા નંબર 4 રાજપુર ખાતે  સ્કીલ ડેવલપમેન્ટ ટ્રેનિંગ સેન્ટર નું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. યોગાંજલી વિદ્યાવિહાર સિધ્ધપુર દ્વારા સીવણ ક્લાસ અને બ્યુટી પાર્લર ના કોર્સ નિશુલ્ક શરૂ કરવામાં આવ્યા. આ કોર્ષ પ્રાથમિક કન્યા શાળાની દીકરીઓ માટે ભવિષ્યમાં સ્વરોજગાર મેળવી શકે એ હેતુથી શરૂ કરવામાં આવ્યા. આ કાર્યક્રમનો શુભારંભ નગર શિક્ષણ સમિતિ શાસના અધિકારી શ્રી જયરામભાઈ જોશી સાહેબ, તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી શ્રી ભગવાનભાઈ ગુર્જર સાહેબ, યોગંજલી વિદ્યાવિહારના સેક્રેટરી કુમારી જીજ્ઞાબેન દવે, કૈલાશબેન પટેલ, એપીએમસીના પ્રમુખ શ્રી વિષ્ણુભાઈ પટેલ સાહેબ, એસએમસી અધ્યક્ષ કમલેશભાઈ પુરબીયા, કોર્પોરેટર શ્રી નટુભાઈ અને નિરમાબેન ઠાકોર તથા ગામના વાલીશ્રીઓ અને વિદ્યાર્થીનીઓની હાજરીમાં આ સ્કીમ ડેવલપમેન્ટ ટ્રેનિંગ સેન્ટર શરૂ કરવામાં આવ્યું. આ સ્કિલ ડેવલોપમેન્ટ ટ્રેનિંગ સેન્ટરમાં શાળાની બાળાઓ ટ્રેનિંગ લઈને ભવિષ્યમાં સ્વરોજગાર માટે આત્મનિર્ભર બને તેવી સર્વે ઉપસ્થિત મહેમાનોએ શુભેચ્છાઓ પાઠવી. પ્રાથમિક કન્યા શાળા નંબર 4 ના આચાર્યશ્રી પ્રકાશભાઈ પ્રજાપતિ દ્વારા સર્વે મહેમાનોનું શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યું.

 

વાત્સલ્યમ સમાચાર

બળવંત રાણા,સિદ્ધપુર

 

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!