GUJARATPATANSIDHPUR

સિદ્ધપુર મધ્યમાં આવેલ સર સયાજીરાવ ગાયકવાડ સ્મારકના 85માં સ્થાપના દિવસે સમસ્યા નિવારણ મંચ,સિદ્ધપુર દ્વારા માલ્યાર્પણ કરવામાં આવ્યું.

 

*સિદ્ધપુર મધ્યમાં આવેલ સર સયાજીરાવ ગાયકવાડ સ્મારકના 85માં સ્થાપના દિવસે સમસ્યા નિવારણ મંચ સિદ્ધપુર દ્વારા માલ્યાર્પણ કરવામાં આવ્યું…*

ભારતના તમામ રાજવીઓમાં ગુજરાત માટે શ્રેષ્ટ રાજવી સાબિત થયેલા અને એમના રાજમાં ગરીબ અને પછાત લોકો માટે ખાશ કામગીરી કરનારા પ્રજા વત્સલ રાજવી શ્રીમાન સયાજીરાવ ગાયકવાડ કે જેમણે મોર્ડન બરોડા (ગુજરાત) નો પાયો નાખેલો એમની સાથે મિત્રતાની સાક્ષી રૂપે એ જ્યારે સિદ્ધપુર પધારેલા એની યાદી રૂપે સિદ્ધપુરના મોટા શેઠ એટલે શ્રી હરરવાલા કે જેમની સખાવાતો આજે પણ સિદ્ધપુરના લોકો 100 વર્ષે પણ જોઈ શકે છે અને એમની સહુથી શ્રેષ્ઠ સખાવત એટલે જુના ટાવર અને શેઠ હરરવાલાના ત્રણ ખુણીયા મહેલની સામે બનાવેલ શ્રી સયાજીરાવ સ્મારક કે જેઓ એ *સન 1938માં 9મી ઓક્ટોબર ના રોજ સયાજીરાવના સ્ટેટના એક રુતબાદાર સેવકના હાથે સિદ્ધપુરની ધરતી પર શ્રીમાન સયાજીરાવ ની એક યાદગીરી રૂપે એ સમયે 1930માં છેક પેરિસમાં બનાવેલ કાશ્ય પ્રતિમા સિદ્ધપુર માં શોભાયમાન છે જે પ્રતિમાના સ્થાપના ને 9 ઓક્ટોબર 2023ના દિવસે 85 વર્ષ થયાં તો આ પાવન દિવસે નિમિત્તે સમસ્યા નિવારણ મંચ,સિદ્ધપુર* દ્વારા એક માલ્યાર્પણ કરવામાં આવ્યું..

વાત્સલ્યમ દૈનિક સમાચાર

બળવંત રાણા,સિદ્ધપુર

 

 

 

 

 

 

 

 

 

 

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

Back to top button
error: Content is protected !!