GUJARATPATANSIDHPUR

Sidhpur : સિધ્ધપુરમાં દેથળી ચાર રસ્તા પાસે બોબડી માતાજીના મંદિરે સંતવાણી તેમજ લોકડાયરો યોજાયો

સિધ્ધપુરમાં દેથળી ચાર રસ્તા પાસે બોબડી માતાજીના મંદિરે સંતવાણી તેમજ લોકડાયરો યોજાયો

સિદ્ધપુરમાં દેથળી ચાર રસ્તા પાસે આવેલ હરસિધ્ધમાતાજી (બોબડી માતા) નો 40 મો વાર્ષિક મહોત્સવ નિમિત્તે મંદીર પાસે શનિવારે રાત્રે 9 કલાકે શક્તિ યુવક મંડળ દ્વારા સંતવાણી તથા લોક ડાયરા નો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. હરસિદ્ધ માતાજી ઉર્ફે બોબડી માતાજીનો મોડી રાત્રે સંતવાણી તથા લોક ડાયરા નો ભવ્ય કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જેમા સુપ્રસિધ્ધ ગાયિકા
ભગવતગીરી ગોસ્વામી (ભજન આરાધક) એ પોતાના સુરો થી સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયુ હતુ અને ઉપસ્થિત નગરજનોએ સુંદર ભજનો સાંભળી ને ધન્યતા અનુભવી હતી.આ પ્રસંગે જગદીશ મહેર (લોક સાહિત્યકાર) , શક્તિ યુવક મંડળ , સિદ્ધપુર નગર પાલિકા ના પદાધિકારીઓ , આગેવાનો સહીત
આ કાર્યક્રમ જોવા માટે શહેરના સ્થાનિકો ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

વાત્સલ્યમ દૈનિક સમાચાર

રિપોર્ટર :- બળવંત રાણા,સિદ્ધપુર

 

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

Back to top button
error: Content is protected !!