GUJARATSURENDRANAGARSURENDRANAGAR CITY / TALUKOWADHAWAN

સુરેન્દ્રનગરમા 6.25 કરોડનાં ખર્ચે તૈયાર થયેલા બસ સ્ટેન્ડમા કાપડની છત તૂટવાથી છાંયડાની કોઈ વ્યવસ્થા નથી.

તા.21/01/2024/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર

સુરેન્દ્રનગર શહેરમાં અંદાજે 6 વર્ષ બાદ રૂ. 6.25 કરોડના ખર્ચે નવુ બસ સ્ટેશન બનતા 28 એપ્રિલ 2023 માં કરાયું હતું પરંતુ લોકાર્પણ બાદ અનેક સમસ્યાથી નવું બસ સ્ટેશન ઘેરાયુ જોવા મળી રહ્યુ છે આ બસ સ્ટેશનમાં દૈનિક 14000 જેટલા મુસાફરો આવ જા કરી રહ્યા છે જેની સામે માત્ર 48 જેટલા જ બાકડાઓ મૂકીને તંત્રે સંતોષ માનતા હાલ મોટા ભાગના મુસાફરોને ઉભા રહેવાનો કે નીચે બેસવાનો વારો આવ્યો છે કારણે આ બાકડાઓમાં અંદાજે 184 જેટલા મુસાફરો તેની લાભ લઇ શકે તેવી સ્થિતિ હોવાની રાવ ઉઠી છે બીજી તરફ આ બસ સ્ટેશનમાં જિલ્લા તેમજ જિલ્લા બહારના મુસાફરો આવે છે બસ સ્ટેશનની બિલ્ડિંગના આગળની ભાગે કાપડની છત તૂટવાથી છાયડાની કોઇ વ્યવસ્થા નથી જેના કારણે મુસાફરોને તડકામાં કે વરસાદના માહોલમાં ભીંજાવવાનો વારો આવે છે કારણ કે, વાવાઝોડામાં આ ડેપોની કાપડની છતો તૂટી ગઇ હતી આ ઘટનાને પણ અંદાજે 8 માસ જેટલો સમય થયો હોવા છતા હજુ સુધી તંત્ર દ્વારા છાંયડાની કોઇ વ્યવસ્થા ન કરાઇ નથી આ અંગે લક્ષ્મણભાઇ જોષી, કાંતીલાલ પરમાર, મહેન્દ્રભાઈ મકવાણા વગેરે જણાવ્યું કે, કાપડની છતો તૂટેલી છે આથી બપોરના સમયે પણ બસ સ્ટેશનમાં બાકડાઓ ઉપર મુસાફરો બેસવાનો પ્રયાસ કરે ત્યાં પણ તડકો આવી રહ્યો છે અને બસની રાહ જોઇને જો પ્લેટફોર્મ નીચે ઊભા રહે તો લટકતા પાઇપોનું જોખમ રહે છે આથી કોઇ દૂર્ઘટના સર્જાઇ તેમજ મુસાફરોને છાયડો મળે તેવી તંત્ર દ્વારા વ્યવસ્થા કરવામાં આવે તેવી મુસાફરોમાં માંગ ઉઠી હતી.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

લ્યો બોલો…સુરેન્દ્રનગર જિલ્લા આરોગ્ય અધિકારીને જ ખબર નથી કે ટી.બી. ની દવા ખાલી થઈ ગઈ છે..!

Back to top button
error: Content is protected !!