DEDIAPADAGUJARATNARMADA

ડેડિયાપાડા ના બજારો સંપુર્ણ પણે બંધ રહ્યા 

ડેડિયાપાડા ના બજારો આજે સંપુર્ણ પણે બંધ રહ્યા

તાહિર મેમણ : ડેડીયાપાડા – 05/11/2023- ધારાસભ્ય ચૈતર વસાવા સામે પોલીસ ફરિયાદ ના મામલે ડેડિયાપાડા ના બજારો આજે સંપુર્ણ પણે બંધ રહ્યા

 

 

 

વળતા જવાબમાં સાંસદ મનસુખ વસાવાએ બંધ એલાનને વખોડી બજાર ચાલુ રાખવા કરી વિનંતી ડેડીયાપાડા ના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા સામે વન વિભાગ દ્વારા પોલીસમાં ફરિયાદ દાખલ થતા સમગ્ર નર્મદા જિલ્લાના આદિવાસી વિસ્તારોમાં આ મામલે ઘેરા પ્રત્યાઘાતો પડી રહ્યા છે. ડેડીયાપાડા ખાતે આજરોજ ચેતર વસાવા સામે પોલીસ ફરિયાદ નોંધાતા બજારો બંધ રાખવાના આદિવાસીઓએ જાહેરાત કરતા ડેડીયાપાડા ના બજારો આજરોજ સંપૂર્ણપણે સજ્જડ બંધ રહ્યા હતા . જો કે કેટલીક છૂટી છવાયેલી દુકાનો ચાલુ રહી હતી.

 

આદિવાસીઓ તરફથી ધારાસભ્ય સામે પોલીસ દ્વારા ખોટો કેસ નોંધાયો હોવાની રજૂઆતો કરાઈ રહી છે, ત્યારે નર્મદા પોલીસે ધારાસભ્ય ચેતર વસાવા સહિત તેમના પત્ની તેમના પીએ અને અન્ય એક ઈસમ સામે ફરિયાદ નોંધી છે . ધારાસભ્ય ચૈતર વસાવા ની પત્ની સહીત પીએ તેમજ અન્ય એક ની અટકાયત પણ કરવામાં આવી છે, અને તેઓના જામીન નામંજૂર થતાં તેઓને જ્યુડિશિયલ કસ્ટડીમાં પણ મોકલવામાં આવ્યા છે.

 

પોતાની સામે પોલીસ કાર્યવાહી થતાં ચેતર વસાવા ભુગર્ભમાં ચાલ્યા ગયા છે, અને આગોતરા જામીન મેળવવાના પ્રયત્નો હાથ ધરતા હોવાનું ચર્ચાસ્પદ બન્યું છે.

 

ત્યારે આ સમગ્ર મામલામાં ડેડીયાપાડા ખાતે ભાજપા અને આમ આદમી પાર્ટી વચ્ચે રાજકીય જંગ પણ જોવા મળ્યો હતો , ચેતર વસાવા તો પોતાની સામે ફરિયાદ થતાં ભુગર્ભ માં ઉતરી ગયેલ છે, પરંતુ ભાજપા તરફથી સાંસદ મનસુખ વસાવા બહાર આવ્યા હતા અને તેઓએ ડેડીયાપાડા ના બજારો ચાલુ રાખવા પોતાના ટ્વીટર અને સોશિયલ મીડિયામાં જાહેરાત કરી હતી. આ તમામ પ્રયાસો વચ્ચે પણ ડેડીયાપાડા ના બજારો આજે કેટલીક છૂટી છવાઈ દુકાનોને બાદ કરતાં સજ્જડ બંધ રહ્યા હતા અને લોકોનો ચેતર વસાવા સામે વન વિભાગ એ નોંધાવેલી ફરિયાદ સામે આક્રોશ અને વિરોધ જોવા મળી રહ્યો હતો.

 

ચૈતર વસાવાના સમર્થનમા ડેડીયાપાડા બંધ રાખવાના લખાણ વાળા બેનરો લાગ્યાં હતાં

 

તો બીજી બાજુ સાંસદ મનસુખ વસાવાએ બજારો ચાલુ રાખવા જણાવતા

બજાર ચાલુ રાખવા અંગેના બેનરો બોર્ડ લાગ્યાં હતાં ,આપ અને ભાજપા ના રાજકીય યુદ્ધ વચ્ચે ડેડીયાપાડા માં બેનર યુદ્ધ પણ જોવા મળ્યો હતો.

 

ડેડીયાપાડા ના બજારો બંધ ના એલાન ને પગલે રાજપીપળા ના ડીવાયએસપી જે. વી.સરવૈયા પોલીસ કુમક સાથે ડેડીયાપાડા ખાતે પોલીસ બંદોબસ્ત માં જોડાયા હતા અને લોકો ને આહવાન કર્યું હતું કે કોઈ પણ ઈસમ ધાકધમકી આપી દુકાનો બંધ રાખવાની માંગણી કરે અને કોઈ પણ જાતની શાંતિ નો ભંગ કરે તો પોલીસનો સંપર્ક સાધવા અને પોલીસના ધ્યાનમાં લાવવા તેઓને જણાવ્યુ હતું. ડીવાયએસપી સહિત 8 પોલીસ ઇન્સ્પેક્ટર, સબ ઇન્સ્પેકટર અને 60 પોલીસના જવાનો ડેડીયાપાડા ખાતે પોલીસ બંદોબસ્તમાં ગોઠવવામાં આવ્યા હતા.

 

Box

ધારાસભ્ય ચેતર વસાવા એ લડાઈ કાનૂની રીતે લડવી જોઈએ વેપારીઓ અને લોકોને હેરાન પરેશાન ન કરવા – સાંસદ મનસુખ વસાવા

 

 

નર્મદા જિલ્લાની ડેડીયાપાડા વિધાનસભા ના ધારાસભ્ય ચૈતર વસાવા જંગલની જમીનોને લઈને વિવાદોમાં આવ્યા છે ત્યારે આ સમગ્ર પ્રકરણ મા આમ આદમી પાર્ટી અને ભાજપા સામ સામે તલવાર ખેંચી હોય એવું પ્રતિત થઈ રહ્યું છે. સાંસદ મનસુખ વસાવા પણ મેદાનમાં ઉતરી આવ્યા છે, તેઓએ પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે જંગલની જમીન ને લઈને વિવાદ છે જમીનો લીગલ હોય કે ઈલ લીગલ ધારાસભ્ય ચૈતર વસાવા એ આ મામલે નિયમો અનુસાર રજૂઆત કરી સમગ્ર પ્રકરણનો હલ લાવવો જોઈ તો હતો. એના જગ્યાએ વન વિભાગના કર્મચારીઓને પોતાના ઘરે બોલાવી તેમને ધાક ધમકી આપી ફાયરિંગ કર્યો અને કાયદો હાથમાં લીધો જેથી વન વિભાગ એ પોલીસ ફરિયાદ કરી અને પોલીસે ફરિયાદ નોંધી . વન વિભાગના કર્મચારીઓને માર્યા એ બહુ જ ખોટું કહેવાય ચૈતર વસાવા ના પ્રકરણના મામલે ડેડીયાપાડા ના બજારો બંધ રાખવાના એલાનો અપાયા આમાં વેપારીઓ અને લોકોને અન્યાય થઈ રહ્યો છે . ધારાસભ્ય ચૈતર વસાવા એ પોતાની લડાઈ કાનુંની રીતે લડવી જોઈએ, વેપારીઓ અને લોકોને તકલીફો આપવી ન જોઈએ લોકો ડરના લીધે પોતાની દુકાનો બંધ રાખી રહ્યા છે.

 

ભાજપા વેપારીઓને દબાવવા નથી માંગતી પરંતુ ભાજપાના જ કેટલાક ફૂટેલા જે હોય એ વિધાનસભામાં ચૈત્ર વસાવાને મદદ કરી હતી ચેતન વસાવાને જીતાવવા માટે મદદ કરી હતી તે જ લોકો ડેડીયાપાડા બંધના એલાનને પણ ના લોકો જ સમર્થન આપી રહ્યા છે આમ કઈ ભાજપા ના કેટલાક લોકો ઉપર સાંસદ મનસુખ વસાવા એ આરોપો લગાડ્યા હતા અને ફૂટેલા ડુપ્લીકેટ લોકોને ખુલ્લા પાડવા જોઈએ ની વાત પત્રકારો સમક્ષ મૂકી હતી પાર્ટીમાં કોઈ દુશ્મન નથી પરંતુ દહીંમાં અને દૂધમાં પગ રાખનારા લોકો છે પાર્ટીને નુકસાન ન થાય પાર્ટીને બચાવવા સ્ટેટમેન્ટ આપી રહ્યો છું નુ પણ મનસુખ વસાવા એ જણાવ્યું હતું. અને ખૂબ જ દુઃખ સાથે જણાવ્યું હતું કે ભાજપાના જ લોકો ચૈતર વસાવાને મદદ કરી રહ્યા છે.

 

જે તે સમયે જ્યારે ડેડીયાપાડા ના ધારાસભ્ય ચૈતર વસાવા એ જાહેરમાં ડિબેટ કરવાની મનસુખ વસાવાને ચેલેન્જ આપી હતી ત્યારે એ ઘટનાને યાદ કરતા સાંસદ મનસુખ વસાવા એ જણાવ્યું હતું કે પ્રદેશ પ્રમુખને ભાજપાના જ લોકોએ કહ્યું કે વાતાવરણ ડોળાસે ચૈતર વસાવા ભાજપામાં આવવાનો છે, પ્રદેશ ભાજપા પ્રમુખ સી આર પાટીલ પાસે પણ ચૈતર વસાવાને લઈ ગયા હોવાનું સાંસદ મનસુખ વસાવાએ પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું અને વિશેષમાં જણાવ્યું હતું કે ચેતર વસાવા ભાજપા મા જોડાય એની સામે મારે કોઈ જ વાંધો નથી.

ગુજરાતમાં બની બિહાર જેવી ઘટના ? ભાજપ અગ્રણીના પુત્રે લોકશાહીનું હનન કર્યું !!!

Back to top button
error: Content is protected !!