DASADASURENDRANAGAR

સુરેન્દ્રનગર માલવણ સ્ટેટ હાઇવે ફોર લેન બનશે વાહન ચાલકોમા ખુશી જોવા મળી.

તા.18/05/2023/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર

દસાડા લખતરના ધારાસભ્ય પી.કે.પરમાર દ્વારા તાલુકાના રસ્તા રીસરફેસીંગના કામો બાબતે સરકારમા રજૂઆત કરાઈ હતી જે અંતર્ગત દસાડા વિધાનસભા વિસ્તારમા રૂ.5.50 કરોડના 24.40 કિ.મી.ના રસ્તાના રીસરફ્રેસીંગના કામોને મંજૂરીની મહોર મારવામાં આવી હતી ત્યારે સુરેન્દ્રનગર દૂધરેજ માલવણ પાટડી દસાડા સ્ટેટ હાઇવે પર ટ્રાફિક વધવાના કારણે ચાર માર્ગીય ફોર લેન બનાવવા માટે છેલ્લા ઘણા સમયથી માંગ ઉઠવા પામી હતી ત્યારે પ્રજાજનોની અને આ હાઇવે પરથી પસાર થતાં વાહન ચાલકોની માંગણીને ધ્યાનમાં રાખીને દસાડા લખતરના ધારાસભ્ય પી.કે.પરમાર દ્વારા ગુજરાતનાં મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલને રજૂઆત કરતા આ સ્ટેટ હાઇવેને ચાર માર્ગીય બનાવવા માટે પ્રથમ તબક્કામાં માલવણથી દસાડા 43.00 થી 77.00 કિ.મી.સુધી એટલે કે 34 કિ.મી.લાંબા ચાર માર્ગીય હાઇવે માટે રૂ.431 કરોડની સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી છે આ અંગે ધારાસભ્ય પી.કે.પરમારે જણાવ્યું હતું કે, બીજા તબક્કામાં દૂધરેજથી માલવણ સુધીના ચાર માર્ગીય હાઇવેની મંજૂરી પણ ટૂંક સમયમાં મળી જશે મંજૂર થયેલા આ ચાર માર્ગીય રોડની વહીવટી કામગીરી પૂર્ણ થતાં જ હાઇવે બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવશે.

લ્યો બોલો…સુરેન્દ્રનગર જિલ્લા આરોગ્ય અધિકારીને જ ખબર નથી કે ટી.બી. ની દવા ખાલી થઈ ગઈ છે..!

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!