GUJARATHALOLPANCHMAHAL

હાલોલ:મહિલાને તેના પાડોશી દ્વારા લાકડી વડે માર મારતાં હાલોલ 181 અભયમ્ મદદે પોહોચી

રિપોર્ટર. કાદીર દાઢી.હાલોલ

તા.૧.૧૦.૨૦૨૩

પંચમહાલ જિલ્લાના હાલોલ તાલુકાના એક નજીકના ગામમાં થી પીડિતા બહેનનો મદદ માટે 181 અભયમ્ માં કૉલ આવેલ અને જણાવેલ કે મારા પાડોશી મને ખૂબજ મારપીટ કરે છે જલ્દી આવો તેમ જણાવતા હાલોલ 181 ટીમ ત્વરિત ધટના સ્થળે દોડી ગયેલ અને ત્યારબાદ 181 અભયમ ટીમના કાઉન્સેલર દ્વારા પીડિતા નું કાઉન્સિલીંગ કર્યું હતું.મહિલાના સંતાનો પણ નથી તે પતિ પત્ની ઝૂંપડી બનાવીને ખેતર માં રહે છે.અને તેઓ ભેંસનું દૂધ વેચીને ગુજરાન ચલાવે છે. તેમના પાડોશી નાં છોકરા તેમના ખેતરે આવી ઘાસ-ચારા ની ચોરી કરે અને કોઠી નાં વૃક્ષ પર થી કોઠા તોડી બગાડ કરે છે.તેમાં મહિલા તેમને અમારા ખેતરે આવી બગાડ ન કરવા કહેવા જતા ઝઘડો કરે છે.તેમનાં ઘરના લોકો પણ ચોરી કરે તેમજ બહેનના ઘરે આવી ઝઘડો કરે, ગાળો બોલે અને તે પડોશી તેમના સંતાનો નથી તેથી વારંવાર તેમની જમીન લેવા માટે ધમકી આપે છે.અને પાડોશી ભાઈ એ મહિલાને લાકડી લઇ ને મારઝુડ કરવા આવેલ લાકડી વડે બહેનના માથામાં,પગ માં અને હાથના જેવા ભાગ પર ખુબજ માર માર્યો હતો.હાથ ના પંજા માંથી ખુબજ લોહી પણ નીકળેલું હતું.આમ તેના પડોશી ભાઈએ બહેનને ઘરમાથી ધસેડી લઈ જઈ ખૂબજ માર મારેલ અને તેમને હાથ-પગમાં ઇજા થઇ હોવાથી ચાલી સકાઈ તેમ પણ ન હતું.181 ટીમના કાઉન્સેલર “મધુબેન” તથા મહીલા કોન્સ્ટેબલ” મનીષા બેન”દ્વારા વધુ કાઉન્સિલિંગ કરતા જાણ્યું કે તેના પતિ અને પીડિતા બહેન એકલા જ રહે છે તેમના કુટુંબીઓ પણ તેમનું ધ્યાન આપતા નથી.એકલા થી જે બી કામ થાય તે પોતે કરી ને પોતાનું જીવન ગુજારે છે.પરંતુ પાડોશી મહિલાને અવાર-નવાર હેરાન કરતા હતા.તેના એક દિયર ની દિકરી લીધેલ છે.અને મહિલા તેમની જમીન પણ દીકરીને આપવાની હોવાથી મજબૂરીથી પાડોશીનો અત્યાચાર સહન કરતાં હતાં જ્યારે 181ની ટીમે સ્થળ પર પહોંચ તેમના પાડોશી ને સમજાવેલ કે બહેનને તેના પતિ, સાથે રહે છે અને ઉંમર લાયક મહિલાને હેરાન ન કરવું જોઈએ.અને પાડોશી સાથે હળી મળીને રહેવુ તે માટે પાડોશી ભાઈને ,તેના ઘરના સભ્યોને અસરકારક સલાહ આપી હતી. પરંતુ પાડોશી સમજે તેમ ન હતાં પછી કાયદાકિય માહિતી આપી, મહિલા ને સલાહ,સુચન અને માર્ગદર્શન આપેલ.પરંતું પીડિતાના બહેનના હાથ-પગ નાં ભાગે માર મારતા સોજો આવી ગયો હતો. ચાલી શકાતું ન હતું.તેથી પીડિતાની સારવાર માટે 108 બોલાવેલ પછી 108 દ્વારા પીડિતાને હાલોલ રેફરલ હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા.મહિલાને ખુબજ માનસિક શારીરિક ત્રાસ હોવાથી તથા પાડોશી નો માર સહન ન થતા બહેન ને 181 અભયમ્ મહિલા હેલ્પલાઇન વિશે ની માહિતી મળતા મદદ માંગી હતી.181ની ટીમે સ્થળ પરથી પહોંચી બહેનને સાંત્વના આપી પ્રાથમિક સારવાર આપી હતી.ત્યારબાદ બહેન આગળની કાર્યવાહી કરવા માંગતા હતા.તેથી પોલીસ સ્ટેશન ની માહિતી આપી.ત્યારબાદ મહિલા તેની સારવાર બાદ આગળની કાર્યવાહી કરવાનું જણાવ્યું હતું.પીડિતા બહેન ની હોસ્પિટલ સારવાર કર્યા બાદ 181 ટીમનો આભાર વ્યક્ત કર્યો હતો.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!