GUJARATHALOLPANCHMAHAL

Halol : હાલોલ- ધનસર આંટા ગામે દીવાલ પડતા મોતને ભેટેલી પુત્રીનાં પરિવારજનોને ચાર લાખ રૂપિયાનો સહાયનો ચેક ધારાસભ્ય જયદ્રથસિંહ પરમારનાં હસ્તે અર્પણ કરાયો

રિપોર્ટર. કાદીર દાઢી.હાલોલ
તા.૧.૧૦.૨૦૨૩

હાલોલ તાલુકાના ઘનસાર આંટા ગામે આથી ૧૨ દિવસ પહેલા રાત્રીના સમયે કાચા માટીના મકાન માં સુઈ રહેલા પરીવાર ઉપર વરસાદના પાણીના ભેજ વાળી દીવાલ ધરાશાય થતા માતા સાથે અઢી વર્ષ ના પુત્ર અને બાર વર્ષની પુત્રી દબાઈ ગયા હતા.ત્રણેવ ઈજાગ્રસ્ત ને સારવાર અર્થે ખસેડતા બાર વર્ષ ની પુત્રીને સારવાર મળે તે પહેલા મોત નીપજ્યું હતું.જે બનાવ માં ભોગ બનનાર પરિવાર ને હાલોલના ધારાસભ્ય જયદ્રથસિંહજી પરમાર દ્વારા પ્રયત્નો હાથધરી સરકાર તરફથી મળતી સહાય પેટે તેમના પરિવાર ને રૂ.ચાર લાખ ની સહાય ની ચેક તેઓ દ્વારા અર્પણ કરવામાં આવ્યો હતો.આથી ૧૨ દિવસ પહેલા ઘનસર આંટા મુકામે વરસાદના કારણે રયજીભાઇ વિઠ્ઠલભાઈ નાયકના મકાનની દીવાલ ધરાશય થતા દટાઈ જવાથી તેમના પૌત્રી ગાયત્રીબેન શનાભાઈ નાયકનું અવસાન થયેલ હતું.જ્યારે હાલોલ વિધાનસભાના ધારાસભ્ય જયદ્રથસિંહજી પરમાર ના પ્રયાસોથી અને તેમના વરદ હસ્તે સરકાર તરફથી મળતી સહાય રૂપે ૪,૦૦,૦૦૦/- રૂપિયાનો ચેક બનેલ દુર્ઘટનાંમાં ભોગબનનાર પરિવાર ને હાલોલ તાલુકા વિકાસ અધિકારી, મયૂરઘ્વજસિંહ પરમાર તેમજ તાલુકા પંચાયતના હોદ્દેદારો તેમજ કાર્યકર્તાઓ ની ઉપસ્થિતિ માં આપવામાં આવ્યો હતો.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

Back to top button
error: Content is protected !!