DEVBHOOMI DWARKAKHAMBHALIYA

અન્ડર ટ્રાયલ રિવ્યુ કમિટી દ્વારા દેવભૂમિ દ્વારકા જિલ્લાના જામનગર જેલમાં રહેલા ૧૨ અન્ડર ટ્રાયલ આરોપીઓ બાબતે રેકમેન્ડેશન કરાયું

માહિતી બ્યુરોદેવભૂમિ દ્વારકા

લિગલ સર્વિસીસ ઓથોરીટી એકટ૧૯૮૭ મુજબ જેલમાં રહેલા કેદી/આરોપી મફત અને સક્ષમ કાનૂની સહાય મેળવવાનો અધિકાર પ્રાપ્ત થયેલ છે. જેલમાંથી કેદી/આરોપીની સંખ્યામાં ઘટાડો થાય અને ક્રિમિનલ જસ્ટીસ સિસ્ટમ ઝડપી બને તે હેતુસર નામદાર સુપ્રિમ કોર્ટ ઓફ ઇન્ડિયા દ્વારા અન્ડર ટ્રાયલ રીવ્યુ કમિટી (UTRC)ની રચના કરવા અંગેના નિર્દેશ અનુસાર નેશનલ લિગલ સર્વિસીસ ઓથોરીટી (NALSA) દ્રારા સ્થાપિત સ્ટાર્ન્ડડ ઓપરેટીંગ પ્રોસીઝર (SOP) મુજબ દર ત્રણ મહિનાના અંતે UTRCની મિટિંગનું આયોજન કરવાનો નિર્દેશ આપવામાં આવેલ છે.         નામદાર ગુજરાત હાઈકોર્ટના સિનિયર મોસ્ટ જજશ્રી તથા ગુજરાત રાજય કાનૂની સેવા સત્તા મંડળના એકઝીક્યુટીવ ચેરમેન જસ્ટીસ શ્રી બિરેન વૈષ્ણવ તથા મેમ્બર સેક્રેટરી શ્રી આર.એ.ત્રિવેદીના માર્ગદર્શન હેઠળ સમગ ગુજરાતમાં કવાર્ટરલી UTRC મિટિંગનું આયોજન કરવામાં આવે છે. જે અન્વયે દેવભૂમિ દ્રારકા જિલ્લામાં જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ ના ચેરમેનની અધ્યક્ષતામાં UTRC ની રચના કરવામાં આવી છે. જેમાં જિલ્લા કલેકટરશ્રી, DLSA ના સેક્રેટરીશ્રી (કો-ઓર્ડીનેટર)જિલ્લા પોલિસ અધિક્ષકશ્રીમુખ્ય જિલ્લા સરકારી વકીલશ્રીજેલ અધિક્ષકશ્રી સભ્યો છે. આ કમિટી દ્રારા ત્રિ-માસિક મિટિંગનું આયોજન કરી NALSAની સ્ટાન્ડર્ડ ઓપરેટીંગ પ્રોસિઝર મુજબ જુદી જુદી ૧૪ કેટેગરીમાં સમાવેશ થતા આરોપી/કેદીઓ ત્વરીત જેલ મુકત થાય તેવી કાર્યવાહી કરવા માટે જરૂરી કાનૂની સહાયતા આપી જે તે આરોપી/કેદીની જામીન અરજી નામદાર હાઈકોર્ટ સુધી ત્વરીત થઈ શકે તે માટે DLSA દ્રારા જરૂરી લીગલ એઈડ પૂરી પાડી પરીણામાલક્ષી કાર્યવાહી કરવામાં આવે છે. મોડલ ઈ-પ્રિઝન મોડયુલજેલ સુધારણા અંતગર્ત DLSA દ્રારા દર પાકા કામના કેદીઓમાંથી PLV નિમવામાં આવેલ છે તેમજ એક રીટાયર્ડ સરકારી કર્મચારીને PLV તરીકે નિમણૂંક કરવામાં આવેલ છે જે દર અઠવાડીયે જેલ વિઝીટ કરે છે તેમજ LADCમાં ફરજ બજાવતા આસીસ્ટન્ટ LADC પણ આ સુધારા અંતગર્ત નિયુકત કરવામાં આવેલ છે.

આ વર્ષની સેકન્ડ કવાર્ટરની UTRC કેમ્પેન માટે સૌપ્રથમ DLSA દ્રારા જેલ વિઝીટીંગ વકીલશ્રી તથા પી.એલ.વી.ને કેમ્પેન બાબતે સેન્સેટાઈઝ કરી જિલ્લા જેલ જામનગર ખાતે રહેલા દેવભૂમિ દ્વારકાના આરોપીને આ કેમ્પેન બાબતે માહિતગાર કરી તેમની પ્રાથમિક માહિતી એકઠી કરેલ હતી. ત્યારબાદ તા.૦૯/૦૭/૨૦૨૪ ના રોજ DLSA દ્વારા વ્યક્તિગત જેલ મુલાકાત કરી દરેક આરોપીને વ્યક્તિગત મળી માહિતીની ખરાઈ કરી આરોપીને આઈડેન્ટીફાય કરવામાં આવ્યા હતા. જે ડેટા આધારીત કમિટીની મિટિંગનું આયોજન તા.૧૫/૦૭/૨૦૨૪ ના રોજ જિલ્લા અદાલત ખાતે DLSA ના ચેરમેનશ્રી એસ.વી.વ્યાસની અધ્યક્ષતામાં કરવામાં આવેલ હતું. જેમાં જિલ્લા કલેકટરશ્રી જી.ટી.પંડયાસચિવશ્રી ડી.બી.ગોહિલનાયબ જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી એમ.એમ.પરમારમુખ્યા જિલ્લા સરકારી વકીલશ્રી એલ.આર.ચાવડાઈ.ચા. જામનગર જિલ્લા જેલના શ્રી વી.બી.સોલંકી હાજર રહેલા હતા. મિટિંગ ઉપસ્થિત તમામ સભ્યો દ્વારા દેવભૂમિ દ્વારકા જિલ્લાના જામનગર જેલ તથા રાજકોટ જેલમાં રહેલા આરોપીનું લિસ્ટતેના ગુન્હાની વિગતતેનો ભૂતકાળકેસનું સ્ટેટસકેટલા સમયથી જેલમાં રહેલ છે તેની વિગતઅગાઉના તેમના પર રહેલા ગુન્હાઓ વગેરેની રેકોર્ડ આધારીત તપાસી આરોપી NALSA ની જુદી જુદી ૧૪ કેટેગરીમાં સમાવેશ થાય છે કે કેમ તેની ચકાસણી કરેલ હતી. જેમાં મિટિંગના અંતે ૧૨ આરોપી કે જેઓ NALSAની જુદી જુદી ૧૪ કેટેગરીમાં સમાવેશ થતો હોય તેવા અન્ડર ટ્રાયલ આરોપીઓ જેલ મુકત થાય તે માટે જુદા જુદા સૂચનો તથા રેકમેન્ડેશન કરવામાં આવ્યું હતું. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં DLSA દ્રારા પ્રો-એકટીવ રોલ અદા કરી વહીવટી તંત્રપોલિસ તંત્રજેલ ઓથોરીટીપ્રોસીકયુશન સાથે સંકલન કરી પરીણામલક્ષી કાર્યવાહી કરવામાં આવેલ જે DLSA ના સચિવશ્રીની અખબારી યાદીમાં જણાવવામાં આવેલ છે.

Back to top button
error: Content is protected !!