GUJARATNAVSARINAVSARI CITY / TALUKO

નવસારી મહાનગરપાલિકા વિસ્તારમાં આજેથી ફરી બે ટાઈમ પાણી સપ્લાય આપવામાં આવશે.

આપવાની જાહેરાત વોટર વર્કસ વિભાગ દ્વારા કરવામાં આવતા સ્થાનિકોમાં ખુશીનો માહોલ સર્જાયો.

વાત્સલ્યમ સમાચાર
   મદન વૈષ્ણવ

નવસારી મહાનગરપાલિકા વિસ્તારમાં આજે મંગળવાર થી ફરી બે ટાઈમ પાણી આપવાની જાહેરાત વોટર વર્કસ વિભાગ દ્વારા કરવામાં આવતા સ્થાનિકોમાં ખુશીનો માહોલ સર્જાયો.

પ્રાપ્ત માહિતી મુજબ નવસારી મહાનગરપાલિકા પાલિકા વિસ્તારમાં ગત દિવસો દરમિયાન કાકરાપાલ સિંચાઈ યોજના હેઠળ આવતી કાકરાપાલ નહેરનું સમારકામને લઈને નગરપાલિકા વિસ્તારમાં 45 દિવસ માટે પીવાના પાણી સપ્લાયમાં કાપ મુકવામાં આવ્યો હતો. આ કાકરાપાલ નહેરનું પાણી નવસારી શહેરના દુધિયા તળાવ અને દેસાઈ તળાવમાં સપ્લાય આપી નગરપાલિકા પાણી પુરવઠા વિભાગ આ પાણી શુધ્ધ કરી નવસારી મહાનગરપાલિકા વિસ્તારમાં સપ્લાય અપાય છે. પરંતુ નહેરનું સમારકામ હાથ ધરવામાં આવતા પીવાના પાણી સપ્લાયનું કાપ મુકવામાં આવ્યો હતો જેના કારણે સ્થાનિકોને ભારે હાલાકી ભોગવાની નોબત આવી હતી. હાલે નવસારી મહાનગરપાલિકા દ્વારા  આજે તા. ૨૮  જાન્યુઆરીથી ફરી પીવાનું પાણી બે ટાઈમ રાબેતા મુજબ આપવાની જાહેરાત કરવામાં આવતા શહેરીજનોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો…

Back to top button
error: Content is protected !!