ARAVALLIMEGHRAJ

મેઘરજ : શિવશક્તિ ગ્રામ સઁગઠન વાણીયાવાડા સખી મંડળ દ્વારા રતાડાનુ અથાણું બનાવામાં આવ્યું.

અરવલ્લી

અહેવાલ :હિતેન્દ્ર પટેલ

મેઘરજ : શિવશક્તિ ગ્રામ સઁગઠન વાણીયાવાડા સખી મંડળ દ્વારા રતાડાનુ અથાણું બનાવામાં આવ્યું.

આમતો અવનવી વાનગી ને જોતા જ મોં મોં પાણી આવી જાય છે અને બજારમાં વિવિધ વાનગી થી લઇ અથાણાં પણ મળતા હોય છે આમ તો અથાણાં અલગ અલગ પ્રકાર ના આપણે જોયા છે અને સ્વાદ પણ માણ્યો છે જેમાં કેરી, લીંબુ, મરચું, હરદર સહીત અથાણાં આપણે જોયા છે પણ આજે એક એવા અથાણાં ની વાત કરવામાં આવે તો તે છે રતાડાનું અથાણું જે ભાગ્ય જ કોઈએ નામ સાંભર્યું હશે અને નામ સાંભરતા વિચાર પણ આવતો હશે કે શું રતાડાનું પણ અથાણું બને તો હા બને અને એ સાહસ કર્યુ છે મેઘરજ તાલુકાના શિવશક્તિ ગ્રામ સઁગઠન વાણીયાવાડા સખી મંડળ એ જેમણે અરવલ્લી જિલ્લામાં સૌ પ્રથમ વખત આ અથાણું બનાવ્યું હોય તેવું અનુમાન લગાવી શકાય છે કેમ કે આ અથાણું મોટાભાગે લોકો એ જોયું પણ હશે નહિ ત્યારે સખી મંડળ દ્વારા આ અથાણું બનાવી વાનગીમાં અથાણાં ને સ્થાન આપવા એક નવો પ્રયાસ કરવામાં આવ્યો છે જેમાં સખી મંડળ ના અર્પિતા બેન દ્વારા જાણવા મળ્યું હતું કે આ અથાણાંથી ઘણા ફાયદા થાય છે અને અમે સખી મંડળ દ્વારા શરૂઆતમાં દસ કિલો જેટલા રતાડાનું અથાણું બનાવ્યું હતું અને એમાં અમને સારુ એવું પરિણામ મળ્યું હતું અને પછી વધારે બનાવ્યું હતું તે જાણવા મળ્યું હતું

રતાડા ને કટિંગ કરી એમાં ખટાશ નાખવામાં આવે છે પહેલા એને આથો આપવામાં આવે છે પછી એને સુકવવામાં આવે છે. સુકવ્યા પછી એમાં ટુકડાની માત્રામાં ગોળ, સરશું, મરચું નાખી અથાણું બનાવવામાં આવે છે અર્પિતાબેનના જણાવ્યા અનુસાર આ અથાણું ચારસો રૂપિયે કિલો ના ભાવે વેચીયે છીએ ખાસ બજારમાં આ અથાણાં નું નામ અમે સાંભર્યું નથી અને કંઈક નવું કરવાની ભાવનાથી આ અથાણું બનાવ્યું છે અને રતાડાના અથાણાં થી શરીર ઘણા ફાયદા થાય છે. આમ સખી મંડળ ની મહિલાઓ દ્વારા એક નવું અથાણું બનાવી વાનગીમાં ઉમેરો કર્યો હતો

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

Back to top button
error: Content is protected !!