DHORAJIGUJARATRAJKOT

Dhoraji: રાજ્યકક્ષાની ચતુર્થ “ઓસમ આરોહણ – અવરોહણ” સ્પર્ધામાં પૂરા જોશ અને ઉત્સાહ સાથે ખેલદિલી બતાવતા ૩૦૦ યુવા સ્પર્ધકો

તા.૩૧/૧૨/૨૦૨૩

વાત્સલ્યમ્ સમાચાર

અમુ સિંગલ જેતપુર

Rajkot, Dhoraji: પ્રકૃતિના ખોળે શિયાળાની ફૂલગુલાબી ઠંડીમાં વહેલી સવારમાં પૂરા જોશ, ઉમંગ અને ઉત્સાહ સાથે “ચતુર્થ ઓસમ આરોહણ – અવરોહણ સ્પર્ધા”નો ધારાસભ્યશ્રી ડો. મહેન્દ્રભાઈ પાડલીયા દ્વારા ઓસમ ડુંગર તળેટી, પાટણવાવ ખાતેથી ફ્લેગ ઓફ આપીને શુભારંભ કરવામાં આવ્યો હતો. આ સ્પર્ધામાં ભાઈઓ અને બહેનો મળીને ૩૦૦ સ્પર્ધકોએ ખૂબ જ ઉત્સાહપૂર્વક ખેલદિલી સાથે ભાગ લીધો હતો.

આ ઓસમ આરોહણ સ્પર્ધામાં ભાઈઓમાં ૧૦.૦૮ મિનિટ સાથે પિયુષ બારૈયા, દ્વિતીય ક્રમાંકે ૧૦.૧૯ મિનિટ સાથે ડાભી રણછોડ અને તૃતીય ક્રમાંકે ૧૦.૨૧ મિનિટ સાથે વિહાર મારવાણિયા તેમજ બહેનોમાં ૧૨.૩૭ મિનિટ સાથે પ્રથમ ક્રમાંકે ટીશા બાવળીયા, દ્વિતીય ક્રમાંકે ૧૨.૫૦ મિનિટ સાથે રવિના લાઠીયા અને તૃતીય ક્રમાંકે ૧૨.૫૫ મિનિટ સાથે શિલ્પા બારૈયા વિજેતા થયા હતા.

આ તકે ધારાસભ્યશ્રી ડો. મહેન્દ્રભાઈ પાડલીયાએ ભાગ લેનારને અભિનંદન આપતા જણાવ્યું કે, “ભારત તથા ગુજરાતના રમત ગમતના ખેલાડીઓ વિશ્વ કક્ષાએ ભારતનું નામ રોશન કરે તેવા હર હંમેશ સરકારશ્રીના પ્રયત્ન રહે છે. ટીમ વર્ક ઇઝ ક્રીમવર્ક છે ત્યારે સ્પોર્ટ્સથી સ્વસ્થ સમાજનું નિર્માણ થાય, ભાઈચારો વધે અને ખેલદિલીની ભાવના વિકસે છે. આ સ્પર્ધામાં વિજેતા જેટલા જ સ્પર્ધામાં ભાગ લેનાર પણ મહત્વના છે, ત્યારે ભાગ લેનાર દરેકને ખુબ ખુબ અભિનંદન પાઠવું છું. આ પ્રસંગે મને મારા વિદ્યાર્થી જીવનમાં એન.સી.સી. સમય સ્મરણો યાદ આવતા મને એક કિસ્સો યાદ આવ્યો કે મે હંમેશા દરેક ખેલ સ્પર્ધામાં ભાગ લીધેલો હતો, પરંતુ હું ક્યારેય વિજેતા ન બનતો છતાય હું હિંમત ન હારતો અને દર વર્ષે રમતગમતમાં ભાગ લેવાનો અનેરો જુસ્સો રહેતો હતો.”

આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખશ્રી પ્રવિણાબેન રંગાણીએ પ્રોત્સાહક ઉદબોધન કરી સ્પર્ધામાં ભાગ લીધેલા સ્પર્ધકોને પ્રોત્સાહન આપી વિજેતા ખેલાડીઓને અભિનંદન પાઠવ્યા હતા.

ગુજરાત સરકારશ્રીના રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવુતિઓ વિભાગ – ગાંધીનગર અને રાજકોટ જિલ્લા વહીવટી તંત્રના ઉપક્રમે “ચતુર્થ ઓસમ આરોહણ – અવરોહણ સ્પર્ધા”નું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ગુજરાતના રાજકોટ, જુનાગઢ, ગીર-સોમનાથ, મોરબી, સુરેન્દ્રનગર, ભાવનગર, બોટાદ, જામનગર એમ કુલ ૮ જિલ્લામાંથી ૧૪ થી ૧૮ વર્ષના ૧૭૩ ભાઈઓ તથા ૧૨૭ બહેનો સહિત ૩૦૦ ખેલાડીઓએ ભાગ લીધો હતો. જેમાં સ્પર્ધકોએ ઓસમ ડુંગર ઉપર આવેલાં માત્રી માતાના મંદિરથી ટપકેશ્વર મહાદેવ થઈ તળેટીએ પરત પહોંચવાનું હતું.

સંપૂર્ણ ખેલદિલી સાથે સ્પર્ધામાં જોડાયેલ ખેલાડીઓને ચેસ્ટ નંબર આપવાથી માંડી સેકન્ડ ટુ સેકન્ડ સમય સાથે પોલીસ વિભાગમાં ભરતી માટે ઉપયોગમાં લેવાતી આધુનિક ટેકનોલોજીની મદદથી રેડિયો ફ્રિકવન્સી આઇડેન્ટીફિકેશન (RFID) ચીપ સીસ્ટમ સાથે સ્પર્ધાનું પરિણામ તૈયાર કરવામાં આવ્યું હતું. તેમજ સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત કોચિંગ મેન્યુઅલ ટાઈમિંગની પણ મદદ લેવામાં આવી હતી. ખેલાડીઓની સુરક્ષા માટે સી.સી.ટી.વી. કેમેરાથી સ્પર્ધાનું સુપરવિઝન કરવામાં આવ્યું હતું. સ્પર્ધાના સુચારૂ આયોજન તથા સ્પર્ધકોનો ઉત્સાહ વધારવા માટે શાળાના આચાર્યશ્રીઓ, શિક્ષકો, વ્યાયામ શિક્ષકો, કોચ, સ્વયંસેવકો, વિદ્યાર્થીઓ, ગ્રામજનો જોડાયા હતા.

આ સ્પર્ધામાં રાજ્ય સરકાર દ્વારા સ્પર્ધામાં પ્રથમ નંબરે વિજેતા થયેલ ખેલાડીને રૂ. ૨૫૦૦૦/- દ્વિતિય નંબરને રૂ.૨૦,૦૦૦/- તૃતિય નંબરને રૂ. ૧૫,૦૦૦/- એમ કુલ મળી ૧ થી ૧૦ નંબર સુધી વિજેતા થયેલ ખેલાડીઓને કુલ રૂ.૨,૩૪,૦૦૦/- ના રોકડ ઈનામો, પ્રમાણપત્ર અને ટ્રોફી એનાયત કરી સ્પર્ધકોને પ્રોત્સાહીત કરવામાં આવ્યા હતા. ઉપરાંત સમય મર્યાદામાં પૂર્ણ કરેલ સ્પર્ધકોને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતા. આ વિજેતા ખેલાડીઓ આગામી તા.૦૭.૦૧.૨૦૨૪ ના રોજ યોજાનારી ગીરનાર આરોહણ-અવરોહણ સ્પર્ધામાં સીધો ભાગ લઈ શકશે.

આ પ્રસંગે જિલ્લા યુવા વિકાસ અધિકારીશ્રી એચ.પી.દિહોરાએ શાબ્દિક સ્વાગત કર્યું હતું. મહાનુભાવોનું પુષ્પગુચ્છ અને કેપ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. પ્રાંત અધિકારીશ્રી અંકિત પટેલે પ્રાસંગિક ઉદબોધન કર્યું હતું. આભાર વિધિ ગામના સરપંચશ્રી પ્રવિણભાઈ પેથાણીએ કરી હતી. સ્પર્ધાનું ઉત્સાહપ્રેરક જુસ્સાસભર શૈલીમાં સંચાલનશ્રી હારૂનભાઈ વિહળે કર્યુ હતું.

ઉલ્લેખનીય છે કે, ગુજરાત રાજ્યના જુદા જુદા જિલ્લામાં પર્વતારોહકને પ્રોત્સાહન આપવા માટે ગુજરાત સરકારશ્રીના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ, ગાંધીનગર દ્વારા વર્ષ ૨૦૧૯થી ઓસમ આરોહણ – અવરોહણ સ્પર્ધાનું આયોજન કરવામાં આવી રહ્યુ છે. ગુજરાતમાં જુનાગઢ, ચોટીલા, પાવાગઢ, ઇડર સહિત ઓસમ ડુંગર ખાતે આરોહણ અવરોહણ સ્પર્ધાનું આયોજન કરવામાં આવે છે.

આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત સદસ્ય વિરલભાઈ પનારા, તાલુકા પંચાયત પ્રમુખશ્રી રવિભાઈ વડાલીયા, અગ્રણીશ્રી મયુરભાઈ શિંગાળા, મનુભાઈ પેથાણી, રાજુભાઈ પેથાણી, પ્રાંત અધિકારીશ્રી જે.એન. લીખીયા, જિલ્લા રમત અધિકારીશ્રી વિરેન્દ્રસિંહ જાડેજા, તાલુકા વિકાસ અધિકારશ્રી આર.વી. ગોહિલ, ધોરાજી મામલતદારશ્રી એમ. પી. જોશી, ઉપલેટા મામલતદારશ્રી એમ. ટી. ધનવાણી, ધોરાજી ચીફ ઓફિસરશ્રી જયમલ વી. મોઢવાડિયા, પાટણવાવ પી.એસ.આઇ. શ્રી કે. એમ. ચાવડા, પીજીવીસીએલ ઉપલેટા નાયબ કાર્યપાલક ઇજનેરશ્રી સી.ડી.મકવાણા સહિત સંબંધિત વિભાગના અધિકારીશ્રીઓ, કર્મચારીશ્રીઓ, વિદ્યાર્થીઓ તથા નાગરિકો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!