GUJARATJUNAGADHKESHOD

કેશોદ જલારામ મંદિરે 347 મોં નેત્ર નિદાન કેમ્પ યોજવામાં આવ્યો 347 નેત્ર નિદાન કેમ્પ દ્વારા 24 હજાર ઉપરાંત દર્દીઓના આંખના સફળ ઓપરેશન

કેશોદ જલારામ મંદિરે 347 મોં નેત્ર નિદાન કેમ્પ યોજવામાં આવ્યો 347 નેત્ર નિદાન કેમ્પ દ્વારા 24 હજાર ઉપરાંત દર્દીઓના આંખના સફળ ઓપરેશન

કેશોદના જલારામ મંદિરે આજરોજ નેત્ર નિદાન કેમ્પ મોતિયાના ઓપરેશન માટે ,ડાયાબિટીસ કેમ્પ, બોડી ચેકઅપ કેમ્પ, યોજવામાં આવ્યો હતો આજુબાજુના ગ્રામ્ય વિસ્તારમાંથી મોટી સંખ્યામાં દર્દીઓએ લાભ લીધો હતો કેશોદનાં આંબાવાડી વિસ્તાર માં આવેલ જલારામ મંદિરે રણછોડદાસજી હોસ્પિટલ રાજકોટનાં સહયોગ થી 347 મો નેત્ર નિદાન કેમ્પ આજરોજ યોજાયો હતો જેમા 250 જેટલા દર્દીઓની આંખોની તપાસ કરવામા આવેલ જેમાં જરૂરીયાતમંદ મોતીયાના ઓપરેશન વાળા 80 દર્દીઓને રણછોડદાસજી હોસ્પિટલ રાજકોટ ખાતે મોકલવામાં આવ્યા હતા જલારામ મંદિર નાં ટ્રસ્ટી દીનેશભાઈ કાનાબાર નાં જણાવ્યા મુજબ કેશોદ જલારામ મંદિર ખાતે છેલ્લા ઘણા વર્ષ થી યોજાતા નિઃશુલ્ક નેત્ર નિદાન કેમ્પમાં અત્યાર સુધીમાં 346 જેટલાં નેત્ર નિદાન કેમ્પ યોજવામાં આવ્યા છે જેમાં કુલ 24781 જેટલાં મોતિયાના દર્દીઓના ફ્રી ઓપરેશન રણછોડ દાસજી હોસ્પિટલ રાજકોટ દ્વારા કરવામાં આવેલ છે જલારામ મંદિરે વર્ષોથી રણછોડદાસજી આશ્રમ ટ્રસ્ટ રાજકોટના સહયોગથી નેત્ર નિદાન કેમ્પ રાખવામાં આવે છે આજરોજ યોજાયેલા કેમ્પની શરૂઆત ભોજન પ્રસાદ દાતા ભાટ સીમરોલી વાળા સ્વ જમનભાઈ ડાભીના પરીવાર, જલારામ મંદિર નાં ટ્રસ્ટી દિનેશ કાનાબાર, રમેશભાઈ, દક્ષાબેન મહેતા, પરિતોષ પટેલ હેમંત ઘેરાવરા, હરીશ રામ, મોહનભાઈ ઘોડાસરા ભીમભાઇ કરંગિયા વગેરે મહેમાનો દ્વારા દીપ પ્રાગટ્ય કરી કેમ્પ ખુલ્લો મુકવામાં આવેલ.આ નેત્ર નિદાન કેમ્પમાં 250 ઉપરાંત દર્દીઓને ડોક્ટર પરિતોષ પટેલ દ્વારા તપાસીને 80 દર્દીઓ ને બસ દ્વારા ઓપરેશન માટે રાજકોટ રણછોડદાસજી હોસ્પિટલ ખાતે મોકલવામાં આવેલા હતા.દર્દીઓને માર્ગદર્શન ભગવતસિંહ રાયજાદા, મોહનભાઈ ઘોડાસર દ્વારા આપવામાં આવેલ દર્દીની નોંધણી દક્ષાબેન મહેતા,અશ્વિનભાઇ પટેલ દ્વારા કરવામાં આવેલ, દર્દીની નોંધણી કેશુભાઈ પટેલ દ્વારા કરવામાં આવેલ હતી

રિપોર્ટર :અનિરૂધસિંહ બાબરીયા – કેશોદ

Back to top button
error: Content is protected !!