GUJARATPATANSIDHPUR

સિધ્ધપુર એજ્યુકેશન એન્ડ વેલ્ફેર ટ્રસ્ટ સંચાલીત.તાહેર એન્ડ હુસેન આદમઅલી એડનવાલા પ્રાઇમરિ અને ઉચ્ચતર માધ્યમિક શાળાના 77 માં સ્વતંત્રતા દિવસ નિમિત્તે પ્રોગ્રામની ઉજવણી કરવામાં આવી.

સિધ્ધપુર એજ્યુકેશન એન્ડ વેલ્ફેર ટ્રસ્ટ સંચાલીત.તાહેર એન્ડ હુસેન આદમઅલી એડનવાલા પ્રાઇમરિ અને ઉચ્ચતર માધ્યમિક શાળાના 77 માં સ્વતંત્રતા દિવસ નિમિત્તે પ્રોગ્રામની ઉજવણી કરવામાં આવી.

૭૭માં સ્વાતંત્ર્ય પર્વનિ ઉજવણી અંતર્ગત ૧૫મી ઓગસ્ટ નિમિત્તે સિધ્ધપુર એજ્યુકેશન એન્ડ વેલ્ફેર ટ્રસ્ટ સંચાલીત.તાહેર એન્ડ હુસેન આદમઅલી એડનવાલા પ્રાઇમરિ અને ઉચ્ચતર માધ્યમિક શાળાના 77 માં સ્વતંત્રતા દિવસ નિમિત્તે પ્રોગ્રામની ઉજવણી કરવામાં આવી. જેમાં ફાતેમા અલીબદર સ્પોર્ટ ગ્રાઉન્ડમાં શાળાના મુખ્ય મહેમાન શાળાના દાતા શ્રી તાહેર ભાઈ સાહેબ દ્વારા ધ્વજ વંદન કરવામાં આવ્યું. ત્યારબાદ આમીર સાદીક સૈયદ હોલમાં શાળાના પ્રોગ્રામ ની શરૂઆત શાળાના આચાર્ય સમીનાબેન શ્રી એ કરી. દરેક મહેમાનોનું શાબ્દિક સ્વાગત શાળાના મેનેજિંગ ટ્રસ્ટી જનાબ અબરાર અલી સૈયદ સાહેબ દ્વારા કરવામાં આવ્યું. આ પ્રસંગની શરૂઆત તિલાવતે કુરાન બલોચ રેહાને કરી ત્યારબાદ પ્રાર્થના અને સ્વાઞત થી કાર્યક્રમની શરૂઆત કરવામા આવી.અને એમ.બી.બી.એસ.કરવા જઈ રહેલી બે વિદ્યાર્થીઓનું મનસુરી આયા સમીરભાઈ.શેખ અનમ હારુનભાઈ નું સન્માન સમારોહ કરવામાં આવ્યું. જેમાં ગિફ્ટ એવોર્ડ મોમેન્ટો કુરાન શરીફ આપી સન્માનિત કરવામાં આવ્યું. ત્યારબાદ ધોરણ-2બ.વિદ્યાર્થીઓ એ દેશભક્તિ ગીત પર ડાન્સ રજૂ કર્યો હતો. ત્યારબાદ મુખ્ય મહેમાન તરીકે પધારેલ જનાબ જી.એસ.દેઘરોટીયા સાહેબ શ્રી એ મોટીવેશનલ સ્પીચ આપી હતી. ત્યારબાદ ટોપ ટેન સ્ટુડન્ટ એચ.એસ.સી.ના વિદ્યાર્થીઓનુ સન્માન સમારોહ કરવામાં આવ્યું . ત્યારબાદ ધોરણ-3 અને ધોરણ-4ના પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓએ વેશભૂષા રજૂ કરી. બંને શાળામાં સહ અભ્યાસિક થતી પ્રવૃત્તિઓમાં પ્રથમ નંબર આવનાર વિદ્યાર્થીઓને ઈનામ આપી સન્માનિત કરવામાં આવ્યા. એવોર્ડ મેળવનાર બંને વિદ્યાર્થીનીઓ તરફથી સ્પીચ રજૂ કરવામાં હતી. સમારંભ ના અધ્યક્ષ તેમજ શાળાના દાનવીર દાતા શ્રી જનાબ તાહેરભાઈ સાહેબ તરફથી વિદ્યાર્થીઓની સંબોધિત કરવામાં આવ્યા હતા. સાહેબ મુખ્ય મહેમાન સાહેબ અતિથિ વિશેષ ડોક્ટર અનીશ ભાઈ મન્સૂરી. રોટે.ક્લબના કનુભાઈ પંચાલ સાહેબ જનાબ યુનુસભાઇ સિધ્ધપુરવાલા.રોટે.દશરથભાઈ પટેલ સાહેબ.શ્રી પ્રકાશભાઈ.એચ.પટેલ હાજર રહ્યા હતા. ત્યારબાદ પ્રોગ્રામની આભાર વિધિ સ્કૂલના ઇન્ચાર્જ સિપાઈ યાસીનભાઈ કરી હતી.

 

વાત્સલ્યમ દૈનિક સમાચાર

બળવંત રાણા, પાટણ

 

 

 

 

 

 

 

 

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!