GUJARATJUNAGADHJUNAGADH CITY / TALUKO

જૂનાગઢમાં જિલ્લા કક્ષા બાળ નાટ્ય અને બાળ નૃત્ય નાટિકા સ્પર્ધા યોજાશે

જૂનાગઢમાં જિલ્લા કક્ષા બાળ નાટ્ય અને બાળ નૃત્ય નાટિકા સ્પર્ધા યોજાશે
વાત્સલ્યમ્ સમાચાર
ભરત બોરીચા – જૂનાગઢ
જૂનાગઢ : રમત-ગમત, યુવા અને સાંસ્કૃત્તિક પ્રવૃત્તિઓ વિભાગ, ગાંધીનગર અને કમિશ્નરશ્રી, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓની કચેરી, ગાંધીનગર આયોજીત તેમજ જિલ્લા યુવા વિકાસ અધિકારી, જૂનાગઢ દ્વારા સંચાલિત જિલ્લાકક્ષા બાળ નાટ્ય અને બાળ નૃત્ય નાટિકા સ્પર્ધાનું આયોજન હાથ ધરવામાં આવનાર છે.
આ સ્પર્ધામાં ભાગ લેવા ઇચ્છતી જૂનાગઢ જિલ્લાની શાળા/સંસ્થા મારફત ૭ થી ૧૩ વર્ષના બાળકોનું રજીસ્ટ્રેશન કરાવી શકશે. રજુઆતનો સમય ઓછામાં ઓછો ૩૦ મીનીટ અને વધુમાં વધુ ૪૫ મીનીટનો રહેશે. બાળ નાટકમાં ભાગ લેનાર બાળકો તરીકે વધુમાં વધુ ૧૫ અને ૮ સહાયકો લાવી શકાશે. બાળ નૃત્ય નાટિકામાં વધુમાં વધુ ૨૫ પાત્રો અને ૮ સહાયકોને લાવી શકશે. એકની એક વ્યક્તિ ૨, ૩ જુદા-જુદા પાત્રમાં ભાગ લઇ શકશે.
આ સ્પર્ધાનું નિયત નમુનાનું ફોર્મ ભરીને તા. ૩૧/૧૨/૨૦૨૩ બપોરે ૧૨:૦૦ કલાક સુધીમાં કચેરીના કામકાજના દિવસો દરમિયાન તથા કચેરી સમય દરમિયાન જિલ્લા યુવા અને સાંસ્કૃત્તિક પ્રવૃત્તિઓની કચેરી, ૧/૧ બહુમાળી ભવન, સરદારબાગ, જુનાગઢ-૩૬૨૦૦૧ ખાતે જમાં કરવાના રહેશે. આ ફોર્મ જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓની કચેરી અથવા ફેસ બુક આઈ.ડી. Dydo Junagadhcity પરથી મળી શકશે. વધુ માહિતી માટે અત્રેની કચેરીના સંપર્ક નં. ૦૨૮૫ ૨૬૩૦૪૯૦ પર સંપર્ક કરવો.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

Back to top button
error: Content is protected !!