BANASKANTHAGUJARATPALANPUR

આઝાદીના અમૃત મહોત્સવ નિમિત્તે જગાણા ખાતે નાયબ અધિક કલેકટર પી.સી.દવેના અધ્યક્ષસ્થાને ” મેરી મિટ્ટી મેરા દેશ ” કાર્યક્રમ ઉજવાયો

15 ઓગસ્ટ વાત્સલ્યમ્ દૈનિક સમાચાર સુભાષભાઈ વ્યાસ પાલનપુર બનાસકાંઠા

બનાસકાંઠા જિલ્લામાં “આઝાદી કા અમૃત મહોત્સવ ” અંતર્ગત આયોજિત ” મારી માટી- મારો દેશ ” કાર્યક્રમ પાલનપુર તાલુકાના જગાણા ગ્રામ પંચાયત ખાતે દેશભક્તિ સભર માહોલમાં કાર્યક્રમ ઉજવાયો હતો જગાણા ગામના તમામ વડીલો, માતા બહેનોએ આ કાર્યક્રમમાં સહભાગી થઈ દેશ માટે પ્રાણ ન્યોછાવર કરનાર સ્વ. દેસાઈ રાજેશભાઈ ભગવાનભાઇ વીર જવાનને શ્રદ્ધાંજલિ આપી હતી. ગ્રામ પંચાયત ખાતે મહાનુભાવોની ઉપસ્થિતિમાં શિલાફલકમનુ અનાવરણ કરવામાં આવ્યું હતું.ચૌધરી ડુંગરભાઇ ઘેમરભાઇ અને ધનરાજભાઇ કરશનભાઈ જરમોલ રીટાયર્ડ વીર જવાનોને શાલ,બુકે,અને પ્રમાણપત્ર આપી સન્માનિત કરાયા હતા. ઉપસ્થિત ગ્રામજનોએ હાથમાં દીવો લઇ પંચ પ્રાણ પ્રતિજ્ઞા લઈ રાષ્ટ્ર નિર્માણ માટે પ્રતિબધ્ધતાના શપથ લીધા હતા. ગામમાં 75 વૃક્ષોનું વાવેતર કરી “વસુધા વંદન થકી અમૃત ” વાટિકા તૈયાર કરવામાં આવી દેશની રક્ષા કાજે સર્વોચ્ચ સેવા આપનાર વીરોનું સન્માન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના અંતે ધ્વજવંદન કરી રાષ્ટ્ર ગાન કરવામાં આવ્યું હતું. આમ ઉપસ્થિત ગામમાં ” મારી માટી- મારો દેશ “કાર્યક્રમ રાષ્ટ્ર ભક્તિની ભાવનાથી ઉજવવામાં આવ્યો હતો.આ પ્રસંગે પૂર્વ કેન્દ્રીય ગૃહ મંત્રીશ્રી ભારત સરકાર હરિભાઈ પી. ચૌધરીએ “મારી માટી મારો દેશ” આ બે શબ્દોએ કાશ્મીર થી કન્યાકુમારી સુધી નવી લહેર લાવી છે અને આ કાર્યક્રમ એ 75 વર્ષના આપણા ગૌરવપૂર્ણ ઇતિહાસની ફરીથી ઉજાગર કરવાનો અવસર છે આપણા દેશની આઝાદી માટે શહીદ થયેલા શહીદવીરોને યાદ કરવાનો અને તેમના જીવનમાંથી પ્રેરણા મેળવી રાષ્ટ્ર માટે કંઈક કરી છૂટવાનો અવસર છે. એવું કાર્યક્રમ ના અધ્યક્ષ હરીભાઇ ચૌધરીએ જણાવ્યું હતું. વીરો ને વંદન આ કાર્યક્રમમાં શીલાફલકમનુ અનાવરણ કરવામાં આવ્યુ હતું વીર શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી જગાણાવાસીઓએ હાથમાં માટીના કોડિયામાં પવિત્ર માટે લઈ વિકસિત ભારતના સાથ અને સહકાર માટે અથાગ પરિશ્રમ કરવો મારી માટી મારો દેશ કાર્યક્રમ રાષ્ટ્ર ભક્તિની ભાવનાથી ઉજવવામાં આવ્યો હતો. આ પ્રસંગે ઉપસ્થિત કેન્દ્રીય ગૃહ મંત્રીશ્રી ભારત સરકાર હરિભાઈ પી ચૌધરી, નાયબ અધિક કલેકટર પી.સી. દવે,પાલનપુર તાલુકા વિકાસ અધિકારી શ્રી રાકેશભાઈ એન પટેલ, જગાણા સરપંચ શ્રી પ્રહલાદભાઈ પરમાર, મોતીભાઈ જુઆ, જગાણા સરકારી પ્રાથમિક શાળાના ઉત્સાહી આચાર્યશ્રી દેવરામભાઈ પટેલ, સી.આર.સી કમલેશભાઈ પ્રજાપતિ, જયેશભાઇ પટેલ તલાટીશ્રીજગાણા, જયેશભાઈ દવે, માનજીભાઈ ચૌધરી, કનુભાઇ દવે,વસંતભાઈ દવે, મોહનભાઇ દેસાઈ,રણછોડભાઈ દેસાઈ,દિલીપભાઈ કરેણ તેમજ ગ્રામ પંચાયતના સદસ્યો, આંગણવાડી કાર્યકર, આશાવર્કરો,શિક્ષક ગણ, વિદ્યાર્થીઓ, ગ્રામજનો વગેરે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આ સમગ્ર કાર્યક્રમનું સુંદર અને સફળ એલાઉ્ન્સર ધરતીબેન પ્રજાપતિએ કર્યુ

 

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!