AHAVADANGGUJARAT

ડાંગ જિલ્લાના પડતર પ્રશ્નોના નિરાકરણ ન થતા આદિવાસી સમાજના યુવાનો ધરણા પ્રદર્શન કર્યો

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-ડાંગ

ડાંગ જિલ્લાના વિવિધ પડતર પ્રશ્નોના નિરાકરણ માટે આદિવાસી સમાજના યુવાનો દ્વારા રજૂઆત કરવામાં આવી હતી તેમ છતાં મર્યાદિત સમયમાં  કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં ન આવતા આદિવાસી સમાજના યુવાનો એ સેવા સદન ખાતે વિરોધ પ્રદર્શન કર્યો હતો..પ્રાપ્ત વિગતો અનુસાર ડાંગ જિલ્લો પ્રવાસન સ્થળ તરીકે દેશ અને દુનિયામાં જાણીતો છે. ત્યારે ડાંગ જિલ્લામાં ઘણી એવી સમસ્યા છે જેના પર તંત્ર દ્વારા ધ્યાન આપવામાં આવતું નથી. જેમ કે સિવિલ હોસ્પિટલ આહવા તેમજ ડાંગ જિલ્લાની તમામ સીએચસી તથા પીએચસી ખાતે મેડિકલ અને પેરામેડિકલ સ્ટાફ સહિત તમામ કર્મચારીઓની ભરતી કરવા તેમજ પૂર્ણ કક્ષાની તમામ સારવાર મળી રહે જેથી દર્દીને બીજા જિલ્લામાં રીફર ન કરવું પડે, સરકારી બ્લડ બેન્ક ની સ્થાપના કરવામાં આવે જેથી અન્ય જગ્યાએ બ્લડ લેવા જવું ન પડે, સાપુતારા ખાતે સ્થાનિક લોકોને રોજગારી મળી રહે અને તંત્ર દ્વારા સ્થાનિક લોકો પર જે અત્યાચાર થાય છે તેને અટકાવવામાં આવે, સાપુતારા આદિવાસી સમાજને બિભત્સ રીતે રજૂ કરીને આદિવાસી સમાજની લાગણી દુભાવવા આયોજકો અને કલાકારો ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે, વઘઈ ખાતે આવેલ સરકારી ખેતીવાડી હાઈસ્કૂલનું બાંધકામ ચાલુ કરવામાં આવે, આહવા, સુબીર, વઘઈ એમ ત્રણેય તાલુકામાં લાઇબ્રેરી ચાલુ કરાવવામાં આવે, પ્રાથમિક શાળાના તોડી પાડેલ ઓરડાઓનું તાત્કાલિક બાંધકામ કરાવવામાં આવે, ડાંગ જિલ્લામાંથી પસાર થતાં સ્ટેટ હાઇવે અને આંતરિક રસ્તા ના ખાડાઓ તથા પુલની મરામત કરવામાં આવે, યોજના કિયા કામગીરી કે પ્રોજેક્ટ મંજુર કરતા પહેલા સંલગ્ન ગામોની રૂઢિગત ગામ સભાઓની સંમતિ લેવામાં આવે, જિલ્લા કક્ષાએ ચેરિટી કમિશનર ની ઓફિસ ફાળવવામાં આવે એમ મળી કુલ 10 જેટલા મુદ્દાઓને લઈને આદિવાસી સમાજ દ્વારા કલેક્ટર મારફતે રાજ્યપાલ અને મુખ્યમંત્રીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું.તેમજ તા.04/09/2023 ના રોજ સુધી પડતર પ્રશ્નોનો યોગ્ય નિરાકરણ ન કરવામાં આવે તો ધરણા પ્રદર્શન કરવામાં આવશે એવી ચીમકી ઉચ્ચારવામાં આવી હતી.પરંતુ મર્યાદિત સમયમાં તંત્ર દ્વારા કોઈપણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી નહોતી.નિયત સમયમાં પ્રશ્નનું નિરાકરણ ન થતા,  ડાંગ જીલ્લા કલેક્ટર કચેરી ખાતે ધરણા પ્રદર્શન કરવામાં આવ્યું હતું.જેમાં ડાંગ જિલ્લા માંથી મુકેશ પટેલ, ગામજુ ચૌધરી, ગમન ભોંયે, મનીષ મારકણા,તેમજ વાંસદા નાં ધારાસભ્ય અનંતપટેલ તેમજ અપક્ષ તાલુકા સદસ્ય ધરમપુર કલ્પેશભાઈ પટેલ રૂઢિ ગ્રામ સભાના અધ્યક્ષ રમેશભાઈ પટેલ તેમજ ડાંગ જિલ્લા બેરોજગાર યુવાનો દ્વારા જ્ઞાન સહાયક ભરતીના વિરોધ માં નિલેશભાઈ ગાવિત, ગાવિત રાહીતબેન, બાગુલ રાકેશ, હરેશ ચૌધરી,નિલેશ ભીવસન તેમજ મોટી સંખ્યામાં યુવાનોએ હાજરી આપી વિરોધ નોંધાવ્યો હતો…

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!