GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL

કાલોલના સાલીયાવ ગામમાંથી પોલીસે ૩૭ હજાર ઉપરાંતનો વિદેશી દારૂ ઝડપી પાડયો.

તારીખ ૦૭/૦૧/૨૦૨૪

સાજીદ વાઘેલા કાલોલ 

કાલોલ પોલીસને મળેલી બાતમી અનુસાર કાલોલ તાલુકાના સાલીયાવ ગામ ખાતે રહેતો ગોવિંદભાઈ બાલુભાઈ સોલંકી તેના મકાનોમાં વિદેશી દારૂનો જથ્થો મંગાવી વેચાણ કરતો હોવાની બાતમીના આધારે કાલોલ પોલીસ સ્ટેશનના સીનીયર પીએસઆઇ જેડી તરાલ તેમજ તેમની ટીમ દ્વારા મકાનમાં છાપો મારી ગેરકાયદેસર રાખેલા વિદેશી દારૂની અલગ અલગ જગ્યાએ તપાસ કરતા વિદેશી દારૂના કવાટરીયા તેમજ ટીન બિયર કુલ બોટલ નંગ-૩૩૪ જેની કુલ કિંમત રૂ.૩૭,૨૬૦/-નો મુદામાલ કાલોલ પોલીસે ઝડપી પાડ્યો હતો. કાલોલ પોલીસે ગોવિંદભાઈ બાલુભાઈ સોલંકી પોલીસનાં છાપા દરમિયાન ઘરે હાજર ના મળી આવતા ઉપરોક્ત આરોપી વિરુદ્ધ કાયદાકીય કાર્યવાહી કરી કાલોલ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ ની જુદી-જુદી કલમો દ્વારા ગુનો નોંધવામાં આવ્યો છે.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

Back to top button
error: Content is protected !!