ANANDANAND CITY / TALUKOGUJARAT

આણંદ જિલ્લાની ૮૦% દિવ્યાંગ સમીમબેન એ દિલ્હી ખાતે રમતમાં સિલ્વર મેડલ મેળવ્યો.  

આણંદ જિલ્લાની ૮૦% દિવ્યાંગ સમીમબેન એ દિલ્હી ખાતે રમતમાં સિલ્વર મેડલ મેળવ્યો.

તાહિર મેમણ – આણંદ – 19/12/2023: દિલ્હીના જવાહરલાલ નહેરુ સ્ટેડિયમ ખાતે યોજાયેલી ‘ખેલો ઇન્ડિયા પેરા પાવરલિફિંટગ ચેમ્પિયનશીપ’માં ગુજરાતના સમીમબેન વહોરા સિલ્વર મેડલ જીતી આણંદ જિલ્લાનું નામ રોશન કરેલ છે. સમીમબેન વાસીમભાઈ વહોરા પોતે ૮૦% દિવ્યાંગ છે સમીમ બેને વહોરાએ અત્યાર સુધી પાવરલિફિંટગ રમત માં રાજ્ય કક્ષાએ ૩ ગોલ્ડ મેડલ તથા રાષ્ટ્રીય કક્ષાએ ૧ ગોલ્ડ તથા ત્રણ સિલ્વર મેડલ મેળવેલ છે. ખેલો ઇન્ડિયા પેરા ગેમ્સ માં સિલ્વર મેડલ મેળવ્યા બદલ સોસાયટી ફોર ફીઝીકલ હેન્ડીકેપ ના ગૌરવભાઈ તથા જગદીશભાઈ ઠાકોર અને સમગ્ર પાવર લીફટીંગ ટીમે અને પેરા સ્પોર્ટ્સ એસોસિએશનનાં વનીતાબેન પટેલ, મગનભાઈ પટેલ અને વાસીમભાઈ વહોરાએ શુભેચ્છાઓ પાઠવી હતી. સમીમબેન દિવ્યાંગ હોવા છતાં આણંદ જીલ્લાના દીવ્યંગો માટે પેરણા સ્વરૂપ છે. તે આણંદ જિલ્લાની દિવ્યાંગ બહેનો ને પોતાની રમત વિષે અવાર નવાર માહિતી આપે છે. દિવ્યાંગ ખેલાડીયોને ઉત્સાહિત કરે છે.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

Back to top button
error: Content is protected !!