BHESANAGUJARATJUNAGADH

જૂનાગઢ કૃષિ યુનિવસિઁટી દ્વારા ખેડૂત મહિલાઓ માટે બેકરી તાલીમ કાર્યક્રમ રાણપુર ખાતે યોજાયો

જૂનાગઢ કૃષિ યુનિવસિઁટી દ્વારા ખેડૂત મહિલાઓ માટે બેકરી તાલીમ કાર્યક્રમ રાણપુર ખાતે યોજાયો
વાત્સલ્યમ્ સમાચાર
ભરત બોરીચા – જૂનાગઢ
જૂનાગઢ : કૃષિ યુનિવર્સિટીના કુલપતિ ડો.વી.પી.ચોવટીયાની પ્રેરણાથી અને વિસ્તરણ શિક્ષણ નિયામક ડો.એન.બી.જાદવ ના માર્ગદર્શન થી સરદાર સ્મૃતિ કેન્દ્ર, વિસ્તરણ શિક્ષણ નિયામક કચેરી, જૂનાગઢ દ્વારા ભેંસાણ તાલુકાના રાણપુર ખાતે ઓફ કેમ્પસ બેકરી તાલીમનું   આયોજન કરવામાં આવ્યુ હતુ.
તેમાં ડો.એસ.જે.દોંગાએ પ્રારંભિક ઉદબોધન કરી જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીમાં થતી પ્રવૃતિઓ જેવી કે શિક્ષણ, સંશોધન અને વિસ્તરણ ઉપરાંત કેન્દ્રીય તાલીમ વિષે બહેનોને માર્ગદર્શન આપ્યું હતું. ત્યાર બાદ ડો.ડી.એસ.ઠાકર એ બેકરીશાળામાં ચાલતા વિવિધ કોર્ષ વિષે માહિતી આપી બહેનોને માહિતગાર કર્યા હતા.  તેમજ નાનાપાયે પોતાની બેકરી બનાવવા જરૂરી માર્ગદર્શન આપી બહેનોને પ્રેરિત કર્યા હતા.  બહેનો સમક્ષ બેકરી વાનગી જેવી કે કપકેક તેમજ નાનખટાઈ બાનવીને શીખવી અને બેકરીને લગતા બહેનોના પ્રશ્નોનું નિરાકરણ કર્યું હતુ.  આ તાલીમ કાર્યક્રમનું સમાપન ડો. ડી.એસ. ઠાકર એ કર્યું હતું .
આ કાર્યક્રમને સફળ બનાવવા સરદાર સ્મૃતિ કેન્દ્રના ડો.એમ.કે.જાડેજા અને ડો.એસ.જે.દોંગા તથા સ્ટાફએ જેહમત ઉઠાવી હતી.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

Back to top button
error: Content is protected !!