HALOLPANCHMAHAL

હાલોલ- વડોદરાના દંપતીએ પાવાગઢમાં જંગલમા જઈ જીવન ટુંકાવ્યુ,પોલીસે તપાસ હાથ ધરી

રિપોર્ટર. કાદીર દાઢી.હાલોલ

તા.૧૦.૧.૨૦૨૪

યાત્રાધામ પાવાગઢ ના જંગલમાં ઝાડ ઉપર લટકી આત્મહત્યા કરી દીધેલી હાલતમાં યુવક યુવતી મળી આવતા ચકચાર મચી જવા પામી હતી.બનાવ અંગે પોલીસે તપાસ કરી યુવક યુવતીની ઓળખ છતી કરી પરીવાર ને જાણ કરી અકસ્માત મોતનો ગુનો નોંધી હાલોલ રેફરલ હોસ્પીટલ ખાતે પી.એમ કરાવી તપાસ હાથ ધરી છે.પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત વિગતો મુજબ વડોદરાના આજવા રોડ વિસ્તારમાં રહેતા દીપકભાઈ મંગળભાઈ ની દીકરી ગોપીએ તેમનાજ વિસ્તારમાં રહેતા હિતેશભાઈ રમેશભાઈ સાથે આથી આઠ એક માસ પહેલા પ્રેમ લગ્ન કર્યા હતા.થોડા દિવસ સંસાર સારો ચાલ્યો હતો ત્યારબાદ ત્રણ માસ જેટલા ટૂંકાગાળામાં મનમેળ ન બેસતા આ યુવક યુવતી એ છુટા છેડા લીધા હતા.છતાં પણ એક બીજા પ્રત્યે થોડો ઘણો પણ પ્રેમ હોવાથી છુટા છેડા બાદ પણ તેઓ સાથે રહેતા હતા.પરંતુ પાંચ દિવસ પહેલા એટલે 6 જાન્યુઆરી ના રોજ ગોપી તેના પિતાના ઘરે જતી રહી હતી. અને ગત રોજ તા. 9 જાન્યુઆરી ના દિવસે સવારે ગોપી ઘરે થી કંપનીમાં જાઉંછું તેમ કહી નીકળી હતી.ત્યારબાદ તેના ફોન થી તેના ઘરે મેસેજ કરી જનાવ્યું હતું કે હું તમારા ઘરે કે પતિના ઘરે રહેવું નથી.મને ફોન કરશો નહિ અને મારી લાશ પાવાગઢ ના જંગલમાંથી શોધી લેજો તેમ મેસેજ કરી ફોન બંધ કરી દીધો હતો.જેથી તેના પરીવાર જનોએ તેઓ ની શોધખોળ આદરી હતી.પરંતુ મળી આવેલ નહીં.જયારે બીજી તરફ આજે પાવાગઢ ના વિશ્વામિત્રી ના મુખ તરફના જંગલમાં એક ઝાડ ઉપર ગળે ફાસો ખાઈ આત્મહત્યા કરી દીધેલી હાલત માં યુવક યુવતી મળી આવતા પાવાગઢ પોલીસ બનાવ સ્થળે પોહચી તપાસ કરતા આ યુવક યુવતી વડોદરા ના આજવા રોડ વિસ્તાર ના હોવાનું તેમજ યુવક નું નામ દિપક તથા યુવાતી નું નામ ગોપી જણાઈ આવતા પોલીસે બંને ના પરીવાર જનોને બનાવ અંગે વાકેફ કરતા તેઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા.યુવક યુવતીએ કોઈ અગમ્ય કારણોસર આત્મહત્યા કરી લેતા પોલીસે અકસ્માત મોત નો ગુનો નોંધી બંને મૃતકનું હાલોલ રેફરલ હોસ્પીટલ ખાતે પી.એમ કરાવી તેમના પરીવાર જનોને સોંપ્યો હતો.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

Back to top button
error: Content is protected !!