AHAVADANGGUJARAT

Dang: દંડકારણ્ય ડાંગમા હિન્દૂ ધર્મની જાગૃતિ માટે શ્રીસંપ્રદાયના સ્વામી નરેન્દ્રાચાર્યજી નું માર્ગદર્શન કાર્યક્રમ યોજાયો.

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવદક્ષિણ પીઠ નાણીજ ધામ ( મહારાષ્ટ્ર)નાં જગદગુરૂ રામાનંદાચાર્ય સ્વામી નરેન્દ્રાચાર્યજી મહારાજે ડાંગ જિલ્લાનાં સમસ્યા માર્ગદર્શન તેમજ દર્શન મહોત્સવ કાર્યક્રમમાં અયોધ્યા ખાતે ભગવાન શ્રી રામનાં રામમંદિરની પ્રાણ પ્રતિષ્ઠા યોગ્ય સમયે થવા જઈ રહી છેનું જણાવી ગૌરવની લાગણી વ્યક્ત કરી હતી…
પ્રાપ્ત વિગતો અનુસાર  દક્ષિણ પીઠ નાણીજધામ મહારાષ્ટ્રનાં અનંત વિભૂષિત જગદગુરુ રામાનંદાચાર્ય સ્વામી નરેન્દ્રાચાર્યજી મહારાજનાં શ્રી સંપ્રદાયનાં અનુયાયીઓ ગુજરાતભરમાં જોવા મળે છે.ત્યારે આજરોજ ડાંગ જિલ્લાનાં આહવા તાલુકાનાં ગોંડલવિહીર ગામ ખાતે દક્ષિણ પીઠ નાણીજ ધામનાં જગતગુરુ રામનંદાચાર્ય સ્વામી નરેન્દ્રાચાર્યજી મહારાજની ઉપસ્થિતિમાં હિન્દુ ધર્મની જાગૃતિ માટે સમસ્યા માર્ગદર્શન તેમજ દર્શન મહોત્સવ કાર્યક્રમ યોજાયો હતો.જે કાર્યક્રમમાં ગુજરાત અને મહારાષ્ટ્રમાંથી હજારોની સંખ્યામાં હિન્દૂ ભાવિક ભક્તો ઉમટી પડ્યા હતા.આ કાર્યક્રમમાં જગતગુરુ રામનંદાચાર્ય સ્વામી નરેન્દ્રાચાર્યજી મહારાજે રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાને લઈને પણ મહત્વનું નિવેદન આપ્યુ હતુ.દક્ષિણ પીઠ નાણીજ ધામ અને શ્રી સંપદાયનાં જગતગુરુ રામનંદાચાર્ય સ્વામી નરેન્દ્રાચાર્યજી મહારાજ દ્વારા વર્ષ દરમિયાન અલગ અલગ સ્થળો પર સમાજની વચ્ચે જઈને હિન્દુ ધર્મને લઈને જાગૃતિ ફેલાવવામાં આવે છે.ત્યારે જગતગુરુ રામાનંદાચાર્ય સ્વામી નરેન્દ્રાચાર્યજી મહારાજની ખાસ ઉપસ્થિતિમાં પ્રભુશ્રી રામનાં ચરણોથી પાવન થયેલ ધરતી એવી દંડકારણ્ય ડાંગ જિલ્લા ખાતે સમસ્યા અને દર્શન મહોત્સવ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ હતુ.આ પ્રસંગે જગતગુરુ રામાનંદાચાર્ય સ્વામી નરેન્દ્રાચાર્યજી મહારાજે જણાવ્યુ હતુ કે આપણો હિન્દુ ધર્મ જોખમમાં છે તેવું જણાઈ રહ્યુ છે.તેથી વર્ષના 365 દિવસ સમાજમાં જઈને હિન્દુ ધર્મને લઈને જાગૃતિ લાવવા માટે અમારા દ્વારા પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. તેમજ દેશનાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા અયોધ્યા ખાતે રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી રહી છે.ત્યારે કેટલાક રામાનંદાચાર્ય દ્વારા એવુ કહેવામાં આવી રહ્યુ છે કે, “અયોધ્યા ખાતે રામ લલ્લાનાં મંદિરનું કામ પૂર્ણ ન થાય ત્યાં સુધી આ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા કરવી યોગ્ય નથી.”જેના કારણે સ્પષ્ટ થાય છે કે હિન્દુ ધર્મ ખતરામાં છે.તેમજ અયોધ્યા ખાતે ભગવાન શ્રીરામની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કરવાની છે તે જગ્યાનું બાંધકામ તો પૂર્ણ થઈ ગયુ છે.તેથી તેની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવે છે તે યોગ્ય જ છે.અને બરાબર છે. તેમ છતાં કેટલાક લોકો દ્વારા હિન્દુ ધર્મને ગેરમાર્ગે દોરવા માટે પ્રયાસ કરવામાં આવી રહ્યા છે.વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનાં કારણે જ આટલા વહેલા રામ મંદિરનું કામ થયુ છે.નહીં તો તે કેટલા વિવાદમાં હતુ તે આપણે સૌ કોઈ જાણીએ છીએ.તેથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા અયોધ્યા ખાતે રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવે તે બરાબર જ છે.અને દક્ષિણ પીઠ નાણીજધામ(મહારાષ્ટ્ર)વતી અમો  તેમની સાથે જ છે.અને અમો પ્રભુ શ્રીરામનાં મંદિરનાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને સમર્થન આપીએ છીએ..

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

Back to top button
error: Content is protected !!