AHAVADANGGUJARAT

ડાંગ જિલ્લામાં હોમગાર્ડ્સ કલ્યાણનિધીમાંથી મૃતકના વારસદારને રૂ. ૧.૫૫ લાખની સહાયનો ચેક અર્પણ..

વાત્સલ્યમ્ સમાચાર

    મદન વૈષ્ણવ

ડાંગ જિલ્લા હોમગાર્ડ્સ દળ, આહવા યુનિટમાં ફરજ બજાવતા સ્વ. લક્ષ્મણભાઈ કિશનભાઈ ધુમનાઓનું તા. ૦૨/૦૫/૨૦૨૫ના રોજ અવસાન થયેલ હતું. પરંતુ કોઈ કારણોસર તેઓના પત્ની ગં.સ્વ.પુતળાબેન લક્ષ્મણભાઈ ધુમને ગુજરાત હોમગાર્ડ્સ કલ્યાણનિધીમાંથી મળવાપાત્ર સહાયની રકમ અટવાઈ ગયેલ હતી. પરંતુ જિલ્લા હોમગાર્ડ્ઝ કમાન્ડન્ટ શ્રી નયનભાઇ એમ.પટેલ તથા આહવા યુનિટ ઇન્ચાર્જ શ્રી રમેશભાઈ એમ. ભુસારા અને જિલ્લા કચેરીના જુ.ક્લાર્ક દિવ્યેશ એમ.પટેલના પ્રયાસ મૃતકના વારસદારને રૂ.૧,૫૫,૦૦૦/-ની સહાયનો ચેક અર્પણ કરાયો હતો.

આહવા ખાતે ગુજરાત વિધાન સભાના નાયબ મુખ્ય દંડક વ ૧૭૩ ડાંગ વિધાનસભાના ધારાસભ્ય વિજયભાઈ આર.પટેલ તથા નાંદોદ વિધાનસભાના ધારાસભ્ય  ડો.દર્શનાબેન દેશમુખ, ડાંગ જિલ્લા પંચાયત પ્રમુખ  નિર્મળાબેન ગાઈન, ડાંગ જિલ્લા ભારતીય જાણતા પાર્ટીના પ્રમુખ કિશોરભાઈ ગાંવિત, ગુજરાત ભાજપ આ.જા.મોરચાના મંત્રીશ્રી સુભાષ ગાઈન, મહામંત્રી હરીરામભાઈ સાવંત, પૂર્વ પ્રમુખ દશરથભાઈ પવાર તથા સરપંચ નરેશભાઈ ભોયે તથા અન્ય મહનુભાવોની હાજરીમાં ચેક અર્પણ કરવામાં આવ્યો હતો.

Back to top button
error: Content is protected !!