વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ ગુજરાત સરકાર તેમજ સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત રાજ્ય અને ડાંગ જિલ્લા ઇન્ચાર્જ કલેક્ટર શ્રી બી.બી.ચૌધરીના માર્ગદર્શન હેઠળ જિલ્લા રમત વિકાસ અધિકારીની કચેરી આહવા, જિલ્લા શિક્ષણાધિકારી, તેમજ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીની કચેરી સંચાલીત ખેલ મહાકુંભ ૩.૦ માં વિવિધ સ્પર્ધાઓ યોજાઈ રહી છે.
જે અંતર્ગત આજરોજ તારીખ ૨૦ જાન્યુઆરી ૨૦૨૫ રોજ ખેલ મહાકુંભ ૩.૦ રમત અંતર્ગત સુબીર નવજ્યોત શાળામાં જિલ્લા કક્ષાની બાસ્કેટબોલ સ્પર્ધા યોજાઈ હતી. જેમાં વિવિધ શાળાઓ માંથી અંડર ૧૪/૧૭, ભાઇઓ/બહેનો તેમજ ઓપન એજ ગૃપની ટીમોના ખેલાડીઓએ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો.
આ સાથે જ આહવા પોલીસ હેડ ક્વાર્ટર ખાતે આજે જિલ્લા કક્ષાની બે દિવસીય લોન ટેનીશની રમત પણ યોજાઇ હતી.