GUJARATJUNAGADHKESHOD

કેશોદ નગરપાલિકામાં ભાજપના પ્રમુખ ઉપપ્રમુખ ની સર્વાનુમતે વરણી કરવામાં આવી.

કેશોદ નગરપાલિકા નાં પ્રમુખ લાભુબેન નિરંજનભાઈ પીપલીયા અને ઉપપ્રમુખ ગૌરાંગભાઈ વ્યાસ ની અઢી વર્ષ ની મુદત પૂરી થતાં આજરોજ કેશોદ નગરપાલિકા સભાખંડમાં નાયબ કલેકટર કિશન ગરચર ની અધ્યક્ષતા હેઠળ ખાસ સાધારણ સભા મળી હતી જેમાં વહીવટી તંત્ર નાં ચીફ ઓફિસર મુકેશભાઈ વાઘેલા,નાયબ મામલતદાર રોહિતભાઈ ડાભી, ઓફિસ સુપ્રિટેન્ડેન્ટ પી એચ વિઠ્ઠલાણી જોડાયા હતાં. જેમાં સતાધારી પક્ષ ભાજપ નાં ચુંટાયેલા ૩૦ સભ્યો માં થી ૨૯ સભ્યો અને કોંગ્રેસ પક્ષના છ સભ્યો માંથી પાંચ સભ્યો હાજર રહ્યા હતાં. ભારતીય જનતા પાર્ટી દ્વારા કેશોદ નગરપાલિકા નાં પ્રમુખ તરીકે મેહુલભાઈ ગોંડલીયા અને ઉપપ્રમુખ તરીકે જીવીબેન ભોપાળા કારોબારી સમિતિ નાં ચેરમેન તરીકે ઉમેદભાઈ કોટક નાં નામનું મેન્ડેડ આપતાં સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી. કેશોદ નગરપાલિકા માં પચ્ચીસ માં પ્રમુખ તરીકે મેહુલભાઈ ગોંડલીયા નું નામ જાહેર થતાં જ જયશ્રી રામ નાં નારા ગુંજવા લાગ્યા હતા. કેશોદ નગરપાલિકા માં પ્રથમ અઢી વર્ષ માટે પણ વોર્ડ નંબર એક નાં પ્રમુખ અને વોર્ડ નંબર આઠ નાં ઉપપ્રમુખ તરીકે સતા સંભાળી હતી ત્યારે ફરીથી એજ વોર્ડ એજ વિસ્તારને ભારતીય જનતા પાર્ટી દ્વારા પ્રતિનિધિત્વ આપ્યું છે. કેશોદ પોલીસ સ્ટેશન નાં પોલીસ સબ ઈન્સપેકટર ડી એચ વાળા સહિત પોલીસ સ્ટાફ દ્વારા બંદોબસ્ત જાળવ્યો હતો. કેશોદ નગરપાલિકા નાં પ્રમુખ મેહુલભાઈ નાનજીભાઈ ગોંડલીયા એ જાહેર જીવન ની કારકિર્દી વિશ્વ હિન્દુ પરિષદના પ્રમુખ તરીકે જવાબદારી સંભાળી સમગ્ર સૌરાષ્ટ્રમાં સૌથી લાંબી શોભાયાત્રા રામનવમી નિમિત્તે સફળતાપૂર્વક કાઢવામાં આવતાં કદાવર નેતા તરીકે ઉભરી આવ્યા હતાં અને પ્રથમ વખત નગરપાલિકા નાં સભ્ય તરીકે ચુંટાઈ આવ્યા બાદ પ્રમુખપદ મેળવ્યું છે. કેશોદ નગરપાલિકા નાં નવનિયુક્ત પ્રમુખ મેહુલભાઈ ગોંડલીયા ની વરણી કરવામાં આવતાં શહેરનાં મુખ્ય માર્ગો પર વિશાળ જનમેદની વચ્ચે સરઘસ કાઢવામાં આવ્યું હતું

રિપોર્ટ : અનિરૂધસિંહ બાબરીયા – કેશોદ

ગુજરાતમાં બની બિહાર જેવી ઘટના ? ભાજપ અગ્રણીના પુત્રે લોકશાહીનું હનન કર્યું !!!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!