GUJARATHALOLPANCHMAHAL

હાલોલ:પવિત્ર શ્રાવણ માસના છેલ્લા દિવસ અને છેલ્લો સોમવારે શિવાલયોમાં ભક્તો શિવજીના દર્શન કરવા ઉમટ્યા

 

રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ

તા.૨.૯.૨૦૨૪

પવિત્ર શ્રાવણ માસનો છેલ્લો દિવસ છેલ્લો સોમવાર અને સમવતી અમાસ ના ત્રિવેણી સમનવય ને લઇ શિવ ભક્તો માં ભારે ઉત્સાહ ઉમંગ ભેર મહાદેવ મંદિર ખાતે ભક્તો ની ભારે ભીડ જોવા મળી હતી શિવ ભક્તો એ ભગવાન ભોળાનાથની પૂજા અર્ચના પ્રાર્થના કરી ધન્ય બન્યા હતા.શ્રાવણ મહિનાનો આજે છેલ્લો સોમવાર ને લઇ હાલોલ નગરમાં આવેલ શિવાલયોમાં ભક્તો શિવજીના દર્શન કરવા ઉમટયા હતા.શ્રાવણ મહિનો ભગવાન શિવને સમર્પિત છે. શ્રાવણ માસમાં શિવભક્તો આખો માસ ભગવાન શિવની ભક્તિમાં લીન રહે છે.ભગવાન શિવને શ્રાવણ મહિનો ખૂબ જ પ્રિય છે. જે ભક્તો શ્રાવણ માસમાં આવતા સોમવારે ઉપવાસ અને પૂજા કરે છે.તેમને મહાદેવ વિશેષ આશીર્વાદ આપે છે.શ્રાવણ મહિનાનો છેલ્લો સોમવારને પવિત્ર માસ નો છેલ્લો દિવસ ને લઇ આજે હાલોલ નગરમાં આવેલ તળાવનાં કિનારે શરણેશ્વર મહાદેવ મંદિર,વડોદરા રોડ પર આવેલ ભીમનાથ મહાદેવ મંદિર,સ્મશાન ખાતે આવેલ વિશ્વેશ્વર મહાદેવ મંદિર, કંજરી રોડ પર આવેલ નીલકંઠ મહાદેવ મંદિર સહિત હાલોલના વિવિધ શિવાલયોમાં ભાવિકોની ભીડ ઉમટી હતી.અને ભક્તોએ ભોળાનાથ ને રીઝવવા માટે શિવાલયો માં ભકતો દ્વારા શુદ્ધ જળ,દૂધ,કાળા તલ,બીલીપત્ર વિગેરેનો અભિષેક કરી ધાતુરાના ફૂલ અર્પણ કરી ધન્યતા અનુભવી હતી.ઉપરાંત સંમવતી અમાસ ને લઈ પીપળા ના વૃક્ષની પૂજા કરી પોતાના પતિનું દીર્ધાયુ આયુષ્ર્ય માટે પ્રાર્થના કરી હતી. આવા પવિત્ર દિવસે મોટી સંખ્યામાં વહેલી સવારથી જ શિવ મંદિરોમાં શિવ ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી અને બમ બમ ભોલેના નાદથી શિવાલયો ગૂંજી ઉઠ્યા હતા.

Back to top button
error: Content is protected !!